________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૨૧ ] પિઠે ગુરુમહારાજને નહીં છેડનાર, વિનય કરવામાં રક્ત તથા કુલીન–જાતવંત હાય..
૮, આકાર તથા ઇગિત જાણવામાં કુશળ, કદાચ (પરીક્ષા નિમિત્ત) ગુરુમહારાજ કાળા કાગડાને ઊજળો કહે તો પણ તે વચનને ખોટું ન પાડતાં એકાતે અવસર પામીને તેનું રહસ્ય પૂછે એવા સુવિનીત શિષ્ય હોય તે વિષયકષાયને નાશ કરવા સદા સાવધાન રહે. વિનયવૃત્તિમાં જ શિષ્યની ખરી શોભા છે.
૯ “હું ગુણવાન છું” એવી રીતે નિજગુણના ગર્વવડે માત, સ્તબ્ધ-અભિમાની છતે જે ગુરુમહારાજને વિનય ન કરે તથા જે તછમતિ, અવર્ણવાદી-નિદાકારી અને ગુરુનો પ્રત્યેનીક (શત્રુ સમો) હોય તેને શિષ્ય નહીં પણ શલ્યરૂપ જાણો.
૧૦. સારણ–વારણાદિક જેને પ્રિય નથી અને ગુરુમહારાજ સારણાદિક કરે છે જે તેમના ઉપર કો૫ કરે છે તે પાપી ઉપદેશને પણ ચગ્ય નથી તો પછી શિષ્યપણાનું તે કહેવું જ શું? મતલબ કે, તેને કેવળ કંટક તુલ્ય ઉપેક્ષા કરવા ગ્ય જ સમજી લે.
૧૧. આપદે વર્તનાર એવા કુશિષ્યને ગુરુમહારાજાએ જાણું જોઈને જ તજી દેવ-ગચ્છ બહાર કરે; નહિ તે તે સ્વચ્છંદી સાધુ બીજા સારા સાધુઓને પણ બગાડે છે.
૧૨. જે ભાગ્યવંત શિષ્ય જીવિતપર્યન્ત ગુરુકુળવાસને તજતા જ નથી તેમને અભિનવ-નવનવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે; તેમ જ શ્રદ્ધા અને ચારિત્રમાં તેઓ સુદઢ બને છે.
૧૩. પ્રથમ ગુરુમહારાજાએ શિષ્યહિતાર્થે કહેલું વચન તીખું–આકરું પણ લાગે, પરંતુ પરિણામે તે જ વચન કમળ-દલ જેવું શીતળ (સુખશાન્તિકારી) જણાય છે.