________________
[ ૧૨૨ ]
- શ્રી કરવિજય ૧૪. પુણ્યવંત શિષ્ય ગુરુકુળવાસને એવી રીતે સેવે છે કે તેઓ પંથક મુનિની પેઠે ગુરુમહારાજને પણ કલ્યાણ કારી થાય છે. પંથક મુનિનું જીવનચરિત્ર ઉપદેશમાળાદિકમાં સુપ્રસિદ્ધ છે. એના ઉપરથી ધડે લઈને ઉત્તમ શિષ્યોએ નિષ્કામ ગુરુસેવા કરવી.
૧૫. સમસ્ત અતિશયધારી, લબ્ધિસંપન્ન અને તદુભવમેક્ષ ગામી એવા શ્રી ગૌતમસ્વામી પ્રમુખ ગણધર પણ નિષ્કામ ભક્તિભાવે ગુરુકુળવાસમાં જ રહેતા હતા.
૧૬. ગુરુકુળવાસ તજીને એકલા વછંદવિહારી સાધુ કુલવાલક સાધુની પેઠે નિ:શંકપણે અકાર્ય સેવે છે અને વ્રતથી ભ્રષ્ટ થઈ ભવ–અટવીમાં ભમી દુઃખી થાય છે.
૧૭. એટલા માટે મુમુક્ષુ જનોએ મેક્ષના પ્રથમ સાધનરૂપ ગુરુકુળવાસ સેવ એટલે સદગુરુને સેવવા તેમ જ તેમની સમીપે જે જે પ્રમાદાચરણ થયું હોય તે સમ્યમ્ રીતે આલેચવું.
૧૮. આલોચના કેવા ગુરુની પાસે કરવી? આચના કરનાર શિષ્ય કે જોઈએ ? કઈ બાબત ગુરુ પાસે આલોચવી ? એ વાત ગુરુગમ્ય રૂડી રીતે અવધારી (સમજી) સુવિનીતભાવે નિ:શલ્યપણે જેમ માબાપ આગળ બાળક સરળભાવે પિતાને જણાવવા જેવું હોય તે વગરસંકેચે જણાવે તેમ ભવભી જનેએ સ્વદોષની આલોચના તેવા સરળભાવે કરી, તેનું
ગ્ય પ્રાયશ્ચિત્ત અંગીકાર કરી, જેમ બને તેમ જલદી પ્રસન્ન ચિત્તે તેને આદર કરે.
[ આ. પ્ર. પુ. ૩૫, પૃ. ૧૭૮.