________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૩] વીરધર્મ પ્રાપ્ત કરવાની કળા-કુનેહડહાપણ
વીરજીવન સમગ્ર સંસારમાં ઊંચામાં ઊંચું જીવન એક મનુષ્યજીવન છે. આત્માને પૂર્ણ વિકાસ એક કેવળ મનુષ્યપણાના પૂર્ણ વિકાસ ઉપર આધાર રાખે છે. મનુષ્યપણાનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ કેવળ-કમળા (માક્ષલક્ષ્મી)નજદીક આવતી જાય છે, જેથી અનંત જ્ઞાન-દર્શન-સુખસમાધિ અને વીર્ય– શક્તિ પ્રગટ થવા પામે છે. એક વિદ્વાનના શબ્દોમાં કહીએ તે નીચે મુજબ સાર નીકળે છે. “મનુષ્ય અનંત બ્રહ્માંડને સ્વામી છે. તે જે મનુષ્ય નથી તે મનુષ્ય બન. તું જે દેવ છે તે મનુષ્યજીવનમાં ઊતરી આવ. તું જે પશુ છે તે મનુષ્ય જીવન ઉપર આવી જા. ખરું મનુષ્ય જીવન જીવવાનું શિખી લે.” મહાવીરસ્વામીનું જીવન એ ખરેખર માનવજીવન છે. મનુષ્ય જાતિને માનવજીવનનો ખરો આદર્શ મહાવીર સ્વામીના જીવનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. માનવજીવનના અભ્યાસીએ મહાવીરસ્વામીના જીવનનું શ્રવણ-મનન-પરિશીલન કરવાની પરમ જરૂર છે. જો એ મહાપુરુષના જીવનને આદર્શ બનાવી પ્રવૃત્તિ કરવામાં આવે તે નિ:સંદેહ આત્મ-સિદ્ધિને માર્ગ સુલભ થઈ જાય. પ્રભુ મહાવીર એકદમ પ્રભુ નહોતા થયા. તેઓ પહેલાં લોકિક-સામાન્ય હતા. અભ્યાસ કરતાં કરતાં
જ્યારે પુરુષાર્થના શિખરે પહોંચ્યા ત્યારે લોકિક મટી અલૌકિક (લેકોત્તર) પ્રભુ થયા. એમના પગલે ચાલવું એ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. એમનું જીવન નૈતિક, ધાર્મિક અને પારમાર્થિક તના