________________
[ ૧૧૨ ]
શ્રી કપૂરવિજયજી
મનથી કાર્ય સાધી શકે, પુષ્પમાળા કરમાયા વગરની રહે અને ભૂમિથી ચાર આંગળ અધર રહે ( પૃથ્વીને છએ નહીં ) એવા દેવા હાય એમ સો કહે છે.
w
૧૪૬. ક્ષમા—સહનશીલતારૂપી ખડ્ગ જેની પાસે છે તેને દુન શુ કરી શકશે ? તૃણ-ઘાસ વગરની કારી ભૂમિ પર પડેલા અગ્નિ સ્વય' શમી જાય છે.
૧૪૭. સ્તુતિ ચાગ્ય—સર્વ તીર્થંકર દેવાની ગુણસ્તુતિ, શુદ્ધ પ્રેમ તથા ઉલ્લાસથી કરવી ઘટે તેમ જ સર્વે સિદ્ધ પરમાત્માની, ભાવ આચાર્યાની, ઉપાધ્યાયેાની તથા સર્વ મનુષ્યલેાકમાં વિદ્યમાન સકળ સાધુ-મુનિજનેાની પણ સ્તુતિ શુદ્ધ પ્રેમ તથા ઉલ્લાસથી આત્મશુદ્ધિ-નિર્મલતા માટે કરવી જોઇએ.
૧૪૮. જીતવા મુશ્કેલ છતાં જરૂરનાં—પાંચે ઇન્દ્રિયામાં રસના ઇન્દ્રિય, આઠે કર્મમાં મેાહનીય કર્મ, સર્વે તેામાં બ્રહ્મચર્ય વ્રત અને મન-વચન-કાય ગુપ્તિએમાં મનેાપ્તિ-આ ચારે મુશ્કેલીથી જીતાય તેવાં છે, છતાં બહુ જરૂરનાં છે.
,
૧૪૯. રાગનુ દુ યપણુ વનમાં વનવાસીઓને પણ રાગ-મેહવશ દાષા લાગે છે, રાગ વગર ઘરમાં પણ પાંચે ઇન્દ્રિ ચેાના નિગ્રહરૂપ તપના લાભ લઇ શકાય છે. જેના રાગાદિક દેાષા શમ્યા છે, તેને વન ઘરરૂપે અને ઘર બનરૂપે લાભ આપે છે.
[ આત્માનંદ પ્રર્કાશ પુસ્તક ૩૩ મુ. પૃ. ૨૭૮. પુ. ૩૪ મુ. પૃ. ૨૭, ૨૪, ૮૦, ૧૦૪, ૧૪૦. ]