________________
લેખ સંગ્રહ : ૪ :
| [ ૧૧૧ ] સેવી શકતા નથી. નિર્ધન હોય તે ધનની ચિન્તાવડે અને ધનવાન હોય તે ધનની રક્ષા કરવા માટે આકુળવ્યાકુળ રહે છે, સ્ત્રી વગરને સ્ત્રી મેળવવા ચિંતે છે અને સ્ત્રીવાળે પુત્રાદિકની ચિંતાવડે દુઃખી હોય છે. ધનાદિક સઘળું હોય છતાં કાયમ રગોવડે પીડા હોય છે. એ રીતે કેઈ ને કોઈ જીવ કેઈ ને કઈ રીતે પ્રાચે સદા ય ખરેખર દુઃખ ભોગવતો હોય છે.
૧૪૦. સર્વ ઈષ્ટ–સર્વ ધર્મને વિષે દયા જ, સર્વ ગુણેમાં દાન-ત્યાગ ગુણ, અને સર્વ પ્રિય વસ્તુમાં પ્રાયે પ્રસિદ્ધ અન્ન, ઉપકારી વસ્તુઓમાં મેઘ અને પૂજનિક સ્થાનમાં માતા અત્યંત ઈષ્ટ ગણાય છે.
૧૪૧. રાજગુણ-દુષ્ટને દંડ, સ્વજન-સજન સેવા, ન્યાયને માગે સદા ય લક્ષ્મી–ભંડારની વૃદ્ધિ, અદલ ઈન્સાફ અને સ્વદેશરક્ષા એ પાંચ મુખ્ય કર્તવ્ય-ધર્મ પાળવાના રાજાઓને માટે કહ્યા છે. - ૧૪૨. ધન્ય-ગિરિગુફામાં વસતાં અને પરમ તિને યાવતાં ઉત્તમ મુનિજનોનાં આનંદ અશ્રુઓનું પક્ષીગણે નિઃશંકપણે પાન કરે છે. -
૧૪૩. તુલ્ય ફળ-જાતે કરનાર, અન્યની પાસે કરાવનાર, અંતરભાવથી અનુમોદન કરનાર તેમ જ સહાય કરનારને શુભાશુભ કાર્યમાં તુલ્ય ફળ પણ મળે છે, એમ પરમાર્થ સમજનારા વદે છે.
૧૪૪. વિષયતૃષ્ણ-હરિ, હર, બ્રહ્મા, ચન્દ્ર, સૂર્ય અને કાર્તિકેય પ્રમુખ જે દેવરૂપ લેખાય છે તેઓ નારીઓનું દાસપણું કરે છે એવી (દુર્જય) વિષયતૃષ્ણાને ધિક્કાર પડે ! ધિકકાર પડે !!
૧૪પ. દેવાની ઓળખ–જેમનાં નેત્ર મીચાય નહીં,