________________
[ ૧૧૪ ]
શ્રી કરવિજયજી ઊંચા આદર્શોથી ભરપૂર છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ એ ચાર આશ્રમમાં વિશ્રામ લેતા ભગવાન આખરે પૂર્ણ વિશ્રામી–સંપૂર્ણ જ્ઞાની–સહજાનંદી બને છે. માબાપ મનુષ્ય માત્રના પ્રથમ અને મહાન ઉપકારી - છે. તેમની તરફ ભક્તિ પરાયણ થવું એ પ્રત્યેક પુત્રનું પ્રાથમિક અને મહાનું કર્તવ્ય છે. મહાવીર આ કર્તવ્ય-કર્મને બજાવવા કેટલે ઊંચે નંબર લે છે? ગર્ભાવસ્થામાં ગર્ભનું હલન-ચલન સ્વાભાવિક થયા કરે છે તેની ઉપર પણ મહાવીર અંકુશ મૂકે છે અને તે એટલા માટે કે “મારા હાલવા–ચાલવાથી મારા માતાજીને દુઃખ ન થાય.”
બાળસ્વભાવ-સુલભ ચંચળતા અને ચપળતા મહાવીરમાં ન હોય એ કેમ બને ? મહાવીર પિતાના સરખી ઉમરના મિત્રો સાથે રમવા નીકળી પડે છે, કિંતુ રમતગમતમાં પણ–ખેલકૂદમાં પણ તે બાળકની નિર્ભયતા અને હિમ્મત જુદા પ્રકારની જ તરી આવે છે. દેવતાએ જાણીબૂઝીને કરેલી પરીક્ષામાં પૂર્ણ રીતે પાસ થાય છે. પુત્રની ઉમર આઠેક વર્ષની થાય છે ત્યારે તેમના માતાપિતા મહોત્સવપૂર્વક તેમને નિશાળે બેસાડવા લઈ જાય છે, પરંતુ મહાવીર જેવા પ્રખર પ્રજ્ઞાવાનને વિદ્યાધ્યયન માટે બીજા વિદ્યાથીઓની જેમ પરિશ્રમ કરવાનું ન હોય.
બ્રહ્મચર્યના પાલનપૂર્વક વિદ્યાધ્યયન કરવું એ પહેલે બ્રહ્મચર્યોશ્રમ કહેવાય છે. આ આશ્રમમાં ભવિષ્યની બધી જિંદગીને પાયે નાખવામાં આવે છે. તેટલી ઉમર વીતાવી પ્રભુ ગૃહસ્થાશ્રમમાં આવે છે. ગૃહસ્થાશ્રમ સાધીને સંન્યસ્ત થવું એ રાજમાર્ગ છે.
મહાવીર જેવા મહાપુરુષે રાજભવ ભોગવવા જમતા