________________
[ ૧૦૪]
: શ્રી કરવિજયજી ૧૦૩. ગીત–નિર્દોષ અને મનહર ગીત સિા કોઈને વશ કરે છે, સ્વર્ગાદિક સુખ સમપે છે, સર્વને આનંદ ઉપજાવે છે અને સર્વ અર્થને સાધી આપે છે.
૧૦૪. હિંસા-નરકની દૂતિકા જેવી હિંસા સમજુ જીવેએ .. સર્વથા ન સેવવી, કેમકે પરને પીડા ઉપજાવનાર પુરુષથી ધર્મરાજા દૂર જ રહે છે. • -
૧૦૫. તરુણવય નકામી-વાદીવૃન્દને જીતી લેનારી, વિનચરંતને મળી શકે એવી વિદ્યા જેણે મેળવી નથી, અને સ્વપરાક્રમવડે સર્વત્ર યશ-કીર્તિ વિસ્તારી નથી એવા જીવની તરુણ વય શૂન્ય ઘરમાં દીપકની જેવી નિષ્ફળ જાય છે.
૧૦૬. ઘર મશાન સમું–જે ઘરમાં પતિ અને પત્ની વચ્ચે નિત્ય દંત-કલહ, કલેશ-કજીઓ કે વઢવાડ થયા કરે છે તેનું બધું વાતાવરણ ભયંકર બને છે.
૧૦૭. રૂડી ભાવના–સર્વ પ્રાણીવર્ગ પ્રત્યે મિત્રીભાવ, ગુણ અને પ્રત્યે પ્રમેદભાવ, દીન-દુ:ખી જીવો પ્રત્યે કરુણુંભાવ અને નિંદા હિંસાદિક વિપરીત વૃત્તિવાળા જીવો પ્રત્યે ઉદાસીન યા ઉપેક્ષા ભાવ સદા ય મને જાગ્રત રહે એવી નમ્ર પ્રાર્થના પરમાત્મા પાસે આપણે આત્મા કરતા રહે અને એવું શુદ્ધ જીવન જીવવા બદ્ધલક્ષ રહે તે કલ્યાણ થાય.
૧૦૮. જ્ઞાનાવરણ કર્મ કેમ બંધાય છે?—જ્ઞાનની અને જ્ઞાની જનની નિન્દા, પ્રષ ને ઈર્ષા–અદેખાઈ કરવાથી તેમ જ તેમને ઉપઘાત અને અંતરાય કરવાથી જ્ઞાનાવરણ કર્મ બંધાય છે, તેથી તે તે કાર્યોથી બહુ ચેતતા રહેવું જોઈએ.