________________
[ ૧૦૦ ]
શ્રી કર્ખરવિજયજી ૭૯. કમ–પાપાચરણ કરવાથી પુન્ય-સુકૃત કરણી નષ્ટ–નકામી-નિષ્ફળ થઈ જાય છે એમ સમજી પરિણામદશી જીએ કુકમને માર્ગ તજી દેવો.
૮૦. સત્ય-શુદ્ધ ધર્મની ઉપાસના વગર સાચું સુખ સાંપડવાનું નથી.
૮૧. સુશાસ્ત્રના પરિચયવડે સુબુદ્ધિજને સ્વજીવન સફળ૫ણે વ્યતીત કરે છે. - ૮૨. પૂર્વ મુખ્યયોગે પ્રાપ્ત થયેલી શુભ સામગ્રીનો સદુપયોગ કરી લેવો જોઈએ.
૮૩. સાત પ્રકારે ચાર–ચર, ચારને સહાય કરનાર, તેને તેવી ખોટી સલાહ આપનાર, તેની ખાનગી ગુપ્ત વાતને જાણનાર, ચોરાઉ વસ્તુને વેચાતી લેનાર, ચેરને અન્ન અને સ્થાન દેનાર–એ સાત પ્રકારના ચેરો લેખાય છે.
૮૪. આળસને વિદ્યા ક્યાંથી વરે? વિદ્યા વગરનાને ધનપ્રાપ્તિ કયાંથી થાય ? નિર્ધનને મિત્રો કયાંથી સાંપડે? અને મિત્રહીનને બળ કયાંથી મળે?
૮૫. સાતે દયાહીન–જૂગારી, કોટવાળ, તેલી, માંસ વેચનાર, શિકારી, રાજા અને વૈદ્ય-એ સાત જણ પ્રાય દયાહીન હોય છે.
૮૬. મૂખ આગળ વાણીવિલાસ –મૂ , આગળ વિદ્વાનોને વાણીવિલાસ, અંધ સભાસદની આગળ વેશ્યાના નાચ જે નકામે છે. તે