________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૯ ] ઉક્ત ચારે દેને સમજીને તજવાથી નરક જેવી નીચ ગતિમાં જવું પડતું નથી.
૭૪. પાત્રતા પ્રમાણે બોધ કરો --જેને જે રીતે બાધ થઈ શકે તેને તે રીતે કુશળ ઉપદેશકે બોધ કરવો જોઈએ; તે જ તે સફળ થઈ શકે છે. અન્યથા કરેલો શ્રમ અફળ થાય છે અને ઊલટો અનર્થરૂપ થવા પામે છે.
૭૫. વેશ્યાને સંગ અગ્નિ-જવાળા જે છે તેની આકર્ષક રૂપાદિકની જ્વાળામાં કામાંધ જને વન અને ધનને હામી બેહાલ બને છે.
૭૬. આ પાંચ પિતાતુલ્ય છેઃ-૧. જન્મદાતા, ૨. પાલક–પષક, ૩. વિદ્યાદાતા (પ્રેમથી જ્ઞાન-દાન આપનાર), ૪. અભયદાતા અને પ. ભયમાંથી મુક્ત કરનાર.
૭૭. હાંસીથી કમ બંધાય છે –સહજ સહજમાં બહુ હસવાની ટેવથી જીવ દઢ કર્મબંધન કરે છે. જ્યારે તે ઉદયમાં આવે છે ત્યારે રેતાં રેતાં પણ તેનું ફળ ભોગવવું પડે છે જ, એમ સમજી શાણા ભાઈ–બહેનેએ અતિ હસવાની ચા નાહક પારકી હાંસી કરવાની કુટેવ તજી દેવી.
૭૮. સ્વર્ગ સમું સુખ –પુષ્કળ ધન-સમૃદ્ધિ, રાજકુળમાં આબરુ–સત્કાર, અનુકૂળ-પતિના આશયને અનુસરી ચાલનારી ભાર્યા, ધર્મસેવનમાં આદર અને શાણા સજજનેની સંગતિએ છ વાનાં પૃથ્વી ઉપર પણ સ્વર્ગસમાં સુખદાયક લેખાય છે. સદ્ધર્મસેવનમાં અપ્રમાદ અને પરોપકારરસિક સજનની સેબતવડે ભવ્યાત્માઓ અત્યુત્તમ લાભ સહેજે મેળવી શકે છે.