________________
[ ૯૮ ]
શ્રી કર્ખરવિજયજી - ૭૦. ખરા ન્યાયનિપુણનું કર્તવ્ય-અન્ય નીતિ-નિપુણે ચહાય તે નિંદા કરો અથવા તે સ્તુતિ કરે, ધન-સંપદા યથેષ્ટ આવી મળે અથવા તો ચાલી જાઓ, આજે મૃત્યુ આવે અથવા યુગાન્તરે આવે, પરંતુ ધીર પુરુષો ન્યાય નીતિવાળા માર્ગથી એક ડગ પણ ચલિત થતાં નથી–નીતિનું ઉલ્લંઘન કરતા નથી. ઉત્તમજાનું જ જીવિત સફળ હોઈ ઉન્નતિગામી થઈ શકે છે.
૭૧. સજનના સંસર્ગનું ફળ –મહાપ્રભાવશાળી સર્જનને સંસર્ગ કોને ઉન્નતિકારક થતો નથી ? જુઓ શેરીનું ગંદું જળ ગંગા નદીના સંગમથી દેવતાઓને પણ વંદનિક બને છે. એ જ રીતે પાપ-દોષથી મલિન આત્મા ઉત્તમ–સાધુ પુરુષના સંસર્ગથી ભારે ઉન્નતિ પામી શકે છે.
- ૭૨. દજનની સંગતિ કરવી નહીં:-મહાભયંકર પર્વતની ઝાડીઓમાં વનચરો સાથે ભમવું સારું, પણ સુરેન્દ્ર ભવનમાં પણ મૂજન સંગાતે વસવું સારું નહીં. મૂM– દુર્જનની સંગતિથી જીવ અધોગતિ પામે છે.
૭૩. નરકનાં ચાર દ્વાર:-પ્રથમ રાત્રિભોજન (પશુની પેઠે વિવેક રહિત રાત્રે ગમે તે આગવું), બીજું પરસ્ત્રીગમન (પરસ્ત્રી સાથે વ્યભિચાર), ત્રીજું બળ અથાણાનું ભક્ષણ (જેમાં અસંખ્ય બેઈન્દ્રિયાદિક જીવની ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે ) અને શું આદુ, મૂળા, ગાજરપ્રમુખ બત્રીશ પ્રકારના અનંતકાયનું ભક્ષણ (જેમાં ક્ષણે ક્ષણે અનંત બાદર વનસ્પતિકાય છની ઉત્પત્તિ ને લય થયા કરે છે). સ્વપરશાસ્ત્રોમાં કંદમૂળાદિકનું ભક્ષણ નિષેધ્યું છે. નરકગતિનાં દ્વારભૂત