________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૭ ].
અણહકની કોઈ પણ પરાઈ વસ્તુ તેમને છેતરીને લેવી નહીં જોઈએ. પરસ્ત્રી અને વેશ્યાગમનથી સર્વથા વિરમવું જોઈએ અને વિવાહિત સ્વસ્ત્રી સાથે પણ ખૂબ સંતોષથી વર્તવું, પણ તેને કઈ રીતે ત્રાસ-અસમાધિ ઉપજે એવી પ્રવૃત્તિ રાખવી જોઈએ. ધનધાન્યાદિક નવવિધ પરિગ્રહની અધિક મૂછ–મમતા તજીને તેની જરૂર જણાય તેટલી ગ્ય મર્યાદા બાંધી તેનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. અને માંસ, મદિરા, મધ, માખણ અને રાત્રિભેજનાદિક અભક્ષ્ય વસ્તુનું સેવન–ભક્ષણ કરવાને સર્વથા ત્યાગ કરવો જોઈએ. ઉક્ત બાબતમાં દવાદારૂના મિષે તથા વિવેક ને ભવભીરુતાદિકની ખામીથી ગૃહસ્થવર્ગમાં તેમજ ત્યાગી સમુદાયમાં પણ શિથિલતા વધતી જોવાય છે તે ખેદજનક છે. ભવિષ્યની પ્રજાના હિતાર્થે આ પ્રણાલિકા પણ જલદી સુધારી લેવા ચગ્ય છે.
- ૬૮. કર્મશત્રુથી કઈ મુક્ત થઈ શકતા નથી – રાજાઓ, વિદ્યાધર, વાસુદેવ, ચક્રવતીઓ, દેવેન્દ્ર અને રીતરાગે પણ ક–રિપુઓથી મુક્ત થઈ શકતા નથી, તે પછી અન્ય સામાન્ય જીવોનું કહેવું જ શું ?
૬૯. શરીરાદિકની અનિત્યતા-ક્ષણભંગુરતા જાણું ધર્મનો આદર કરે-ગમે તેના મજબૂત શરીરે પણ અનિત્ય-ક્ષણભંગુર છે અને લક્ષમી પણ અસ્થિર (હાથતાળી દઈ ચાલી જાય તેવી ચંચળ) છે અને આયુ જોતજોતામાં પૂરું થઈ જાય એવું નિત્ય ઓછું થતું જાય છે, એમ સમજી શાણા–ચકેર જીએ પ્રમાદ તજીને સાવધાનપણે ધર્મને આદર કરે. “પાત્ર-સુપાત્રમાં નિઃસ્વાર્થ પણે અપાયેલ દાન અનંતગણે લાભ આપે છે.”