________________
"
[ ૯૬ ]
શ્રી કપૂરવિજયજી
હાય તે વાત તથા કેાઈએ કરેલ અપમાન. એટલી વાતે ડાહ્યોગંભીર માણસ જાહેર થાય એમ પ્રકાશતે નથી.
૬૫. ખરી પડિતતા કઈ ? :-સ્વપરહિતકાર્ય માં જેની મતિ સ્થિર પરિણામઢશી રહેતી હૈાય તેની જ પંડિતતા અહીં સાચી લેખવવી. ખાકીનાને શુકપાઠી સમ પુસ્તકના પાઠ કરી જાણનારા સમજવા.
૬૬. ગુરુની અવજ્ઞા-આશાતના કરવાથી કેવી મૂરી દશા થાય છે ?-કલ્યાણકારી એવા એક અક્ષર કે પદને પ્રેમપૂર્વક દેનાર પાપકારી આત્માને જે ગુરુ તરીકે આદર-સત્કાર કરતા નથી, ઊલટા એમનું અપમાન–અવજ્ઞા આશાતનાદિક કરે છે તે સેંકડે વાર શ્વાનયેાનિમાં અવતરી, ચાંડાલયેાનિએમાં જન્મી ભારે તિરસ્કારપાત્ર બને છે.
૬૭. પૂર્વ પુન્યનાં ફળ આવાં હોય છેઃ-જેણે પૂર્વ જન્મમાં પુષ્કળ પુન્ય-સુકૃત કર્યુ હાય છે તેને ભયંકર અટવી શ્રેષ્ઠનગરી સમી, સર્વ મનુષ્ય તેને અનુકૂળપણે વનાર, અને સઘળી પૃથ્વી ઉત્તમ રત્નનિધાનથી સંપૂર્ણ થઇ પડે છે, એમ સમજી સહુએ સુકૃત્ય-કરણી શુદ્ધપ્રેમપૂર્વક કરી સ્વપરઉપકાર કરી લેવા સાવધાનપણે વર્તવુ જોઇએ. જૈનધર્મ ને અનુસરનાર દરેકે આટલી હિતશિક્ષા અવશ્ય આદરવી જોઇએ. અન્ય કાઈ જીવને નાહક પીડા–પ્રતિકૂળતા થાય તેવું વન તજી દિલમાં દયા-કેામળતા રાખવી જોઇએ. અન્ય જીવને સ્વઆત્મા સમાન લેખી તેની સાથે પ્રતિકૂળપણે ન વર્તતાં તેને સુખ-શાન્તિ ઉપજે તેમ વર્તવું જોઈએ. પ્રિય, પથ્ય અને સત્ય વચનવડે અને તેટલું સ્વપરહિત કરવું જોઇએ. પરજનાએ અણુદીધેલી,