________________
લેખ સંગ્રહ : ૪ :
[૫] વખાણે નહીં, ઉપાર્જિત કીર્તિનું રક્ષણ કરે અને દુ:ખી જને ઉપર દયા, અનુકંપા કરે એ સજાનાં લક્ષણ છે.
દર. સજજન અને દુર્જનમાં તફાવતઃ-બ્રાહ્મણે ભેજનવડે, મયૂરો મેઘના ગરવવડે, સાધુઓ પરોપકારવડે અને દુર્જન પારકી વિપત્તિ વડે રાજી થાય છે. દુર્જને દોષગ્રાહી અને સજજને ગુણગ્રાહી હોય છે. જેને કાગડા કે ભૂંડ જેવા નીચ સ્વભાવને ધારણ કરનારા હોય છે ત્યારે સજજનો હંસ જેવા ઉત્તમ સ્વભાવને ધારણ કરનારા હોય છે. દુર્જનને કરેલો બંધ કે ઉપકાર ઊલટો પડે છે ત્યારે સજ્જનો કૃતજ્ઞતા સ્વીકારી પોતે પણ તેને ઉત્તમ માર્ગ ગ્રહી સ્વપરહિતમાં વધારો કરે છે. “સજજન મુખ અમૃત લવે, દુર્જન વિષની ખાણ સજનોની વાણીમાં સ્વાભાવિક મીઠાશ હોય છે, દુર્જનની વાણુંમાં કડવાશ અને કાતિલતા હોવાથી તે સ્વપરને ભારે અનર્થકારી નીવડે છે. સજજને સંતાપ કરનારને પણ ચંદન, શેલડી અને કાંચનની પેઠે લાભ, શાન્તિ અને શીતલતાદિક સમપે છે, પોતે દુઃખ સહન કરીને પણ અન્યને સુખ શાતાદિક ઉપજાવવા પ્રયત્ન કરે છે ત્યારે દુર્જન વગર કારણે શત્રુતા ધારણ કરે છે.
૬૩. તપનું પરિણામ –ખરું જોતાં સુખ કે દુઃખ કઈ દઈ શકતું નથી. સુખ કે દુઃખ કઈ બીજે આપે છે એવી ખોટી માન્યતા દુબુદ્ધિજનિત છે. પૂર્વે કરેલ કર્મ અનુસારે જ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે તેમાં બીજા તે કેવળ નિમિત્તરૂપ થાય છે). પૂર્વે કરેલ દુષ્કર્મ નિચે તપવડું ઓછું થઈ શકે છે.
૨૪. બુદ્ધિશાળી આટલી વાતને રોપવે છે –અર્થ– નાશ, મનને તાપ–સંતાપ, ઘરનું દુશ્ચરિત્ર, કેઈ ઠગી ગયું