________________
લેખ સંગ્રહ : ૪ :
| [૧] જીવ વિષ્ટાદિકમાં કૃમિપણે વારંવાર અવતરે છે, ત્યાં તેમને કુકડાદિક ચાંચ અને પાંખવતી તાડન કરતા રહે છે.
૩૯ પાપકર્મનાં પ્રત્યક્ષ ફળઃ–જળચર, સ્થલચર અને ખેચરના ભામાં પ્રત્યક્ષ અનેક પ્રકારનાં મરણાંત કટે અનુભવાતાં જેવાય છે, છતાં જીવને તેથી ત્રાસ–વૈરાગ્ય કેમ પેદા થતો નથી?
૪૦. વિશ્વાસઘાત –વિશ્વાસે રહેલાને ઠગવામાં શી ચતુરાઈ? ખોળામાં બેસી સૂતેલાને હણનારની શી મદોનગી લેખાય ?
૪૧. મિત્રદ્રોહ -બ્રહ્મઘાતક ( કદાચ ) પાપથી યોગ્ય પ્રાયશ્ચિત્ત મૂકાય પણ મિત્ર કે ગુરુહી મનુષ્ય પાપથી મુક્ત થઈ શકે નહી.
૪૨. નરકગામી:–મિત્ર(કે ગુરુ)દ્રોહી, કૃતઘી, ચેરી. કરનાર અને વિશ્વાસઘાતી એ ચારેને કાયમ નરકગામી કહ્યા છે.
૪૩. દાનમહિમા –જે કલ્યાણને ઈચ્છતા હો તે સુપાત્રમાં દાન દે. ગૃહસ્થ દાનવડે શુદ્ધ થાય છે, પાપથી હળવે થાય છે.
૪૪. કેવું શકુન ફળે?—જેવું અકસ્માતું થયેલું શકુન ફળે. તેવું બુદ્ધિપૂર્વક જેલ શકુન ફળદાયક નીવડે નહીં.
૪૫. દેવગુરુને પસાથે-મનની વાત પણ જાણી શકાય છે.
૪૬. વિપત્તિનાં મૂળ દુર્જન –વિષ, વિષયાગ અને સર્પાદિકને સેવ્યા છતાં તેઓ જીવલેણ નીવડે છે. તૃણ જેવો કઈ માટે વ્યાધિ અને સંતોષ સમું કોઈ સુખ નથી. અતિ ઉગ્ર પુન્ય પાપનાં ફળ અહીં આ જન્મમાં જ મળે છે. પ્રાચે ભાગ્યહીન જ્યાં જાય છે ત્યાં કંઈ કંઈ આપત્તિ આવી પડે છે.