________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૭૫ ] સુભાગી (સહુને વહાલું લાગે એવો) હેય, મિષ્ટ વચન બલવાવાળે હાય, દાનેશ્વરી-દાતાર હોય, સરલ-માયાકપટ વગરનો હાય, ચતુરવ્યવહારકુશળ હોય અને ચતુર સાથે. મિત્રતા રાખવાવાળા હાય.
૮. દેવગતિમાંથી આવનાર જીવનાં લક્ષણ-સત્યવાદી ને દઢધમી હોય, દેવગુરુને ભક્ત હોય, ધનવાન હોય, રૂપવાન હોય, પંડિત હોય, પંડિતજનો સાથે પ્રીતિ જેડનાર હોય.
૯. નકારનાં છ લક્ષણ:-જવાબ વાળતાં આંખો મીંચે, આડુંઅવળું દેખે, ઊંચુંનીચું જોવે, જમીન ખેતરવા માંડે, બીજાની જોડે વાત કરવા માંડે અથવા મન પકડે–જવાબ દેવામાં વિલંબ કરે. * ૧૦. છ પ્રકારના મતઃ–૧. જેનમતવાળા જેને કર્મ કહે છે તેને ૨. સાંખ્ય મતવાળા પ્રકૃતિ કહે છે, ૩. વેદાન્તિકે માયા કહે છે, ૪. નૈયાયિકે–વૈશેષિકે અદષ્ટ કહે છે, ૫. બદ્ધમતવાળા વાસના કહે છે અને ૬. કઈ કઈ મતવાળા તેને ઇશ્વરની લીલા કહે છે–માને છે.
૧૧. અંતરંગ છે શત્રુઓ-કામ (પરસ્ત્રી-પુરુષ પ્રત્યે વિષયભેગા સંબંધી દુષ્ટ વિચાર), ક્રોધ, લોભ, માન (અહંકાર), મદ (જાતિ–કુળ-બળ-રૂપ-લાભ-ઐશ્વર્ય–તપ-વિદ્યા સંબંધી), હર્ષ (નાહક અન્ય જીને દુઃખ-પરિતાપ ઉપજાવી ચેરી
જૂગાર-શીકાર પ્રમુખ દુર્વ્યસન સેવી મનમાં મગ્ન થવું) એ સિઘળાને આત્માના કટ્ટા દુશમન જાણું, તેનાથી સદા ય દૂર રહેવા લક્ષ રાખવું..