________________
[ ૭૪ ]
શ્રી કરવિજયજી ૨. છ વસ્તુ પામવી દુર્લભ છતાં જરૂરની છે.–૧. મનુષ્યભવ, ૨. આર્ય (ઉત્તમ-ધમ) કુળ, ૩. પાંચે ઈન્દ્રિ પરવડી (પૂરી–નીરોગી), ૪. શાસ્ત્ર-સિદ્ધાન્તશ્રવણ, ૫. તત્ત્વશ્રદ્ધા, ૬. સંયમમાર્ગમાં એગ્ય આદર. .
૩. સમકિતનાં છ સ્થાનક-૧. જીવ-આત્માદિક પદાર્થની સદ્દહણા, ૨. આત્મા નિત્ય છે, ૩. આત્મા શુભાશુભ કર્મને કર્તા છે, ૪. કર્યો કર્મનો ભોક્તા છે, ૫. અનુક્રમે સકળ કર્મથી છટકાર–મોક્ષ પુરુષાર્થ વડે થવા પામે છે, ૬. સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રની આરાધના એ મેક્ષ મેળવવાને ઉપાય છે.
૪. જીવ છ પ્રકારે સમકિત પામેલું હારી જાય-૧-૨. અરિહંતના તથા અરિહંતપ્રરૂપિત ધર્મના અપવાદ બોલવાથી, ૩. આચાર્ય–ઉપાધ્યાયના અવર્ણવાદ બોલવાથી, ૪. સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બલવાથી, ૫. " ભૂત-ચક્ષાદિકના ઉપદ્રવથડે પરવશ બની જવાથી તથા ૬. મેહજનિત ઉન્માદપણાથી સમક્તિ વમીને મિથ્યાત્વ પામે. * ૫. નરથી આવેલ જીવનાં લક્ષણઃ-શરીર અસુંદર આકારવાળું હોય, કલેશપ્રિય હેય, રોગગ્રસ્ત હોય, અતિ ભયથી વિહળ હોય તેમજ અતિ ક્રોધી હોય.
૬. તિર્યંચગતિમાંથી આવેલ જીવનાં લક્ષણઅતિ લોભી, અતિ માયાકપટી, અતિ અસત્યવાદી (જૂઠા બેલો), અતિ સુધાળુ-ખાઉકણ હાય, મૂર્ખ હોય અને મૂખની સાથે પ્રીતિ રાખનાર હોય.
૭. મનુષ્ય ગતિમાંથી આવેલ જીવનાં લક્ષણ