________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૬૯ ] પરસમ-દર્શનની નયવાદમાં રોજના. પ્રમાણની દરેક વસ્તુ અનેક ધર્માત્મક સિદ્ધ છે, તેનું કોઈપણ એક વિવક્ષિત અંશરૂપે પ્રતિપાદન કરવાનો અભિપ્રાય તે નયવાદ છે. જે એ અભિપ્રાય એકાંશસ્પશી હોવા છતાં તે વસ્તુના બીજા અવિવક્ષિત અંશ પરત્વે માત્ર ઉદાસીન હાય અર્થાત્ તે અંશનું નિરસન કરવાને આગ્રહ ન ધરાવતા હોય અને પોતાના વક્તવ્યપ્રદેશમાં જ પ્રવર્તતે હોય તો તે પરિશુદનયવાદ છે. તેથી ઊલટું જે અભિપ્રાય પોતાના વક્તવ્યરૂપ એક અંશને જ સંપૂર્ણ માની તેનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા અશોનું નિરસન કરે તે અપરિશુદ્ધનયવાદ છે. પરિશુદ્ધનયવાદ એક અંશનો પ્રતિ પાદક છતાં ઈતર અંશનું નિરસન ન કરતો હોવાથી તેને બીજા નયવાદે સાથે વિરોધ નથી હોતો, અને છેવટે તે શ્રત પ્રમાણુના અખંડ વિષયને જ સાધક બને છે. અર્થાત્ નયવાદ જે કે અંશગામી છે પણ જે તે પરિશુદ્ધ એટલે ઈતર સાપેક્ષ હોય તે તેનાવડે છેવટે શ્રુતપ્રમાણસિદ્ધ અનેકધર્માત્મક આખી વસ્તુનું જ સમર્થન થાય છે.
સારાંશ એ છે કે બધા ય પરિશુદ્ધનયવાદે પિોતપોતાના અંશભૂત વક્તવ્યદ્વારા એકંદર સમગ્ર વસ્તુનું જ પ્રતિપાદન કરે છે, એ જ પરિશુદ્ધનયવાદનું ફળ છે. તેથી ઊલટું અપરિશુદ્ધનયવાદ માત્ર પોતાથી જુદા પડતા બીજા પક્ષનું જ નહિ પણ સ્વપક્ષશુદ્ધિનું નિરસન કરે છે, કારણ કે બીજા અંશ સિવાય તેનું વક્તવ્ય સંભવી જ નથી શકતું, એટલે બીજા અંશનું નિરસન કરવા જતાં તે પિતાના વક્તવ્ય અંશનું પણ નિરસન કરી જ બેસે છે.
[ આ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૫૧]