________________
૬૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના શકતા હતા. બની ગયા ને સન્માનને પાત્ર ? નારદજીએ ભગવાન આગળ શેઠના ગુણ ગાયા, જીવરાજ શેઠને બીજે વાયદા :
નારદજી વિશ્વયાત્રા પૂરી કરીને, વૈકુંઠમાં ભગવાન પાસે ગયા. ભગવાને પૂછયું : “પેલા ઇન્દરવાળા શેઠ કયાં?' નારદજીએ કહ્યું , “ભગવાન ! એ તેમના છોકરાના લગ્ન કરાવીને પછી આવશે.” ભગવાને હસીને કહ્યું : “નારદજી ! એ શેઠ લગ્ન બાદ પણ નહિ આવે.? નારદજીએ શેઠને બચાવ કરતાં કહ્યું : “ભગવંત ! સંસારમાં અને તિપિતાના વ્યવહાર તે સાચવવા પડે ને ? શેઠના હૈયે તે બસ આપ જ વસ્યા છે. એ તે અનાસક્તભાવથી લગ્નને બધે વ્યવહાર કરશે! ખરેખર! જીવરાજ શેઠ આપના પરમભક્ત છે !'
મહા ગયે અને ફાગણ આવે! નારદજી ભગવાનનું વિમાન લઈ ફરી ઈન્દર ગયા અને શેઠને મળ્યા. નારદજીને દૂરથી જોતાં જ શેઠ દુકાન પરથી નીચે ઉતરી તેમની સામે ગયા. વિનય અને નમ્રતાથી તેમનું સ્વાગત કર્યું. નારદજીએ કહ્યું: શેઠ! હવે ચાલે, વૈકુંઠ લઈ જવા આવ્યો છું.”
શેઠે કહ્યું : હે ઉપકારી મહાપુરુષ ! આપની કરુણા કેટલી બધી છે ! આપ નિષ્કારણ વત્સલ છે ! મારા પરમ શ્રધેય છે ! પ્રભે ! વૈકુંઠમાં ચાલવાની મારી પૂરી તૈયારી છે. સંસારમાં મને કઈ રસ નથી. સ્વપ્નવત્ છે આ સંસાર
નારદજીએ કહ્યું . “તે પછી હવે શાની પેટી છે? ચાલે મારી સાથે
- શેઠે કહ્યું : પ્રલે ! ઘીને ય વિલંબ નથી કર મારે. પણ મારા ઘરમાં વાત કરી તે છોકરાની માએ કહ્યું તમે તે મનથી વૈકુંઠમાં જ છે. તમારા માટે તે ઘર જ વૈકુંઠ છે. છતાંય વૈકુંઠમાં જવું હોય તે છોકરાના ઘેર છોકરો થાય ત્યારે ખુશીથી જજે. હમણાં જશે તે કદાચ તમને થશે કે “અરેરે ! છેકરાના છોકરાનું માં પણ ન જોયું !” આવી વાસના મનમાં રહી જાય અને તમે વૈકુંઠ જાવ