________________
પ્રવચન
તે યોગ્ય નથી. વધુ નહિ. બસ એકાદ વર્ષ, ઘરે છોકરાનું પારણું લાવ્યા પછી જરૂર જજે
- નારદજી તે વિચારમાં પડી ગયા. પછી પૂછયું : “પણ તમે હવે શું નિર્ણય કરે છે ? વૈકુંઠમાં મારી સાથે આવવું છે કે નહિ ?
શેઠે કહ્યું મહષિ! જીવનભર જેની સાથે રહ્યા, તેની ઈચ્છાને કચડીને હમણું વૈકુંઠ આવવું મને ચગ્ય નથી લાગતું. હા, મને મનથી તે કેઈના પ્રત્યે રાગ નથી. એકાદ વર્ષ સંસારમાં રહી જઈશ તે તેમનું મન રાજી રહેશે. આપ કૃપા કરી આવતા વર્ષે પધારશે તે આપને ઉપકાર ભવભવ નહિ ભૂલું.”
નારદજીને ભગવાનના વચન યાદ આવ્યા : “એ શેઠ વૈકુંઠ નહિ આવે. પરંતુ નારદજીએ ફરીથી પ્રયત્ન કરવાને નિર્ણય કર્યો! કારણ કે હવે પ્રશ્ન પ્રતિષ્ઠાને બની ગયો હત! નારદજીએ ભગવાનની વાતને બેટી પાડીને શેઠને વૈકુંઠમાં લઈ જવાની પ્રતિજ્ઞા કરી હતી! પ્રશ્ન જ્યારે પ્રતિષ્ઠાને બની જાય છે ત્યારે તેને ઉકેલવા માણસ પૂરેપૂરી તાકાત કામે લગાડી દે છે! “શેઠને વૈકુંઠમાં નહિ લઈ જઈ શકું તે મારી હાંસી થશે. આબરુ જશે મારી. નારદજી આમ વિચારી રહ્યા હતા, પરંતુ જાતે પંડે વૈકુંઠમાં જવું સરળ છે. બીજાને વૈકુંઠમાં લઈ જવા દુષ્કર કાર્ય છે!
હકીકતમાં નારદજી આબાદ ફસાઈ ગયા હતા. એ એવા માણે સના હાથમાં પડ્યા હતા કે જે દ ભી હતે ! માયાવી હ બહારથી ભક્ત હોવાને દેખાવ કરતું હતું પરંતુ ભીતરથી સમસ્ત સંસાર પ્રત્યે તેને રાગ હતે. નારદજીએ બહારના દેખાવને સાચે માની લીધે અને ફસાઈ ગયા! દુનિયામાં જે માણસે ફસાય છે તે બહારના દેખાવથી જ ફસાય છે. જો કે દુનિયામાં મોટા ભાગના લેકે સ્વાર્થ વશ, લેભવશ ફસાય છે. નારદજીને એ કઈ વાર્થ ન હતે. પરમાર્થ હતે તેમના હૈયે. પરમાત્મભક્તને મુક્તિ આપવાને ભાવ હતો.