________________
પ્રવચન
: ૬૭ આત્માની આવી અશરીરી, અહી, અહેવી સ્થિતિ પ્રાપ્ત કરવાની અભિલાષા છે તમને ? પરમાનંદપૂર્ણ, સચ્ચિદાનંદમય આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાના મારથ જાગે છે? હા પામવાની અમારી ભાવના છે –આવું બોલવા માત્રથી મોક્ષ મળવાને નથી. કેઈને તેમ મળ્યું નથી. તે તમને માત્ર બોલવાથી કેવી રીતે મળશે? થોડાક સમય માટે હવા ન મળે તે કેવી બેચેની અને ગુંગળામણ થાય છે? એવી જ બેચેની અને અકળામણ મોક્ષ વિના કયારે થઈ છે ? અશરીરી બનવાની મોટી મોટી વાત કરે અને શરીરને અપરંપાર મોહ કરે ! અરાગી–અષી બનવાની વાત કરે અને રાતદિવસ રાગ-દ્વેષની હેળી ખેલે ! અનંત જ્ઞાનમય આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાની વાત કરે અને જીવન આખું ઘર અજ્ઞાનમાં છે ! આવી છે તમારી મોક્ષ મેળવવાની ઈચ્છા ! શા માટે આવી આત્મવંચના કરે છે ?
શરીરથી મુક્ત થવાની કયારેય પણ કલ્પના કરી છે ખરી ? મુક્તિની ઈચ્છા નથી અને મોક્ષની વાત કરે છે... પરમાત્મા પાસે મોક્ષ માંગે છે. શું કરી રહ્યા છે તમે ? સંસારના સુખોમાં ડૂખ્યા રહેવું છે અને મોક્ષની વાત કરી રહ્યા છે. કે વિસંવાદ અને વિરોધાભાસ છે આ 7 કલપનામાં ભૂલથી પણ કદી શુદ્ધ આત્મદ્રવ્ય જોયું છે ? “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું” એ સહેજ પણ અણસાર થયા છે ખરા ? આવી કલપના આવતી હોય, વારંવાર આવી કલ્પના થતી હોય તે સમજજો કે મોક્ષ સાથે પ્રેમ થયો છે. મોક્ષની ચાહના જાગી છે. મોક્ષા પ્રત્યે પ્રેમ થતાં જ ધર્મના પ્રભાવને અનુભવ થશે. ધર્મથી મોક્ષ મળશે. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે મોહાદશાને જાણે, સમજે. તેની ચાહનાકામના કરે અને પછી જુઓ ધર્મને પ્રભાવ ! પેલા જીવરાજ શેઠને મોદશાનું જ્ઞાન જ ન હતું. તેમને મોઢાની જરા પણ ચાહના ન હતી, સુમુક્ષુ- મોક્ષાર્થી તરીકે જગને દેખાડો કરવાની પ્રબળ ઈચ્છા હતી. કારણ કે તેમ કરવાથી તે નારદજીના સન્માનને પાત્ર બની