________________
૪૧૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
જ. કારણ કે દરેક પદાર્થ પિતપતાના સ્વભાવમાં સ્થિત છે. પ્રિયઅપ્રિયની કલપના જીવાત્મા કરે છે. તેના કારણે રાગ અને દેશના દ્રઢ બને છે સુખ અને દુઃખની કલ્પના જાગે છે આથી જ કહું છું કે વ્યર્થના રાગ-દ્વેષ છે. તવસારા ઉપેક્ષાભાવનાને ખૂબ ખૂબ આત્મસાત્ કરે. માધ્યસ્થય ભાવનાને સ્થિર કરવાને પ્રયત્ન કરે, આ સારું અને આ ખરાબ-આવી કલ્પના–જાળને છેદી નાંખો. જગતની એકપણ વસ્તુ નથી સારી કે નથી ખરાબ! સારું અને ખરાબ, પ્રિય અને અપ્રિય આ બધી રાગ-દ્વેષજન્ય કલ્પનાઓ છે. આવી નકામી–વ્યર્થ કલ્પનાઓ કરી શા માટે અશાંત બને છે? પિતાના આત્મા સાથે પ્રેમ કર્યો છે?
ચેતન જી પ્રત્યે કરૂણાસારા ઉપેક્ષા અને અનુબંધસારા ઉપેક્ષા ભાવનાથી ભાવિત બને. જડ પદાર્થો પ્રત્યે નિર્વેદસારા ઉપેક્ષા ભાવનાથી ભાવિત બને. વિશ્વમાં માત્ર બે જ તત્ત્વ છે. જડ અને ચેતન. આપણે આ બંને તેના સંપર્ક અને સંસર્ગમાં રહેવું જ પડે છે. આપણું પિતાનું અસ્તિત્વ પણ આ બે તનું સાજન છે. શરીર જડ છે તે આત્મા ચેતન છે. આત્મા સદા માટે શરીરના બંધનથી મુક્ત થશે ત્યારે આ સંસારથી છુટકાર થઈ જશે. પરંતુ શરીરના બંધનથી મુક્ત થવું એ સરળ કામ નથી. બાળકોને ખેલ નથી.
હું સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છું. અશરીરી છું. આવું ચિંતન કદી કર્યું છે? પિતાના આત્માથી પણ કયારેય પ્રેમ કર્યો છે ખરે? આત્માથી પ્રેમ થાય તે શરીરના બંધનથી તેને મુકત કરવાનો પુરૂષાર્થ થઈ શકે. આત્મા સાથે પ્રેમ થાય તે જ શરીર બંધનરૂપ લાગે,
સભામાંથી ? શરીર તે ખૂબ જ વ્હાલું લાગે છે, અમને શરીર કયારે પણ બંધનરૂપ નથી લાગ્યું.