________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
૩૬૪
બની ગયું છે. લીધેલા તેને ભંગ કરે તે રમત બની ગઈ છે. ધાર્મિક પ્રતિજ્ઞાનું પાલન કરવાનું જાણે સાવ જ નથી રહ્યું. એજ પ્રમાણે સંસારિક જીવનમાં પણ પ્રતિજ્ઞાપાલનનું સત્વ નથી રહ્યું. આજકાલ છૂટાછેડાના કેટલા કિસ્સા બને છે? લગ્ન એ શું છે? જીવનપર્યત સ્ત્રી-પુરૂષ મન વચન અને કાયાથી પતિ-પત્નિના સંબંધે એકમેકને વફાદાર રહેવાનું પ્રતિજ્ઞાપૂર્વક જાહેરમાં સ્વીકારે છે ને? પણ હીન સર્વવાળા લોકે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન નથી કરતા.
મહાન પુરૂષની આ વિશેષતા હોય છે કે તેઓ સત્ત્વશીલ હોય છે. સ્વીકૃત પ્રતિજ્ઞાનું પાલન કરવામાં તેઓ પિતાના પ્રાણની પણ પરવા નથી કરતા. આ વિશેષતા આત્માની આધ્યાત્મિક વિકાસયાત્રાના પ્રારંભમાં જ જાગ્રત થાય છે.
પ્રાણુનું ત્યજતિ ધર્માથ, ન ધર્મ પ્રાણસંકટે”
ધર્મ માટે પ્રાણ ત્યાગ કરે છે પરંતુ પ્રાણેને બચાવવા ધર્મને ત્યાગ નથી કરતા.” હરિભદ્ર પુરોહિત સાધ્વીના ઉપાશ્રયમાં
હરિભદ્રસૂરિજીએ પિતે જ પિતાના ગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં આ વાત કહી છે. જે વાત ખૂદ તેમના પિતાના જીવનમાં પણ હતી. સાધ્વીના સ્વાધ્યાયના શ્લેકને અર્થ તેમને ન સમજાય. ઉપાશ્રયમાં જઈને તેને અર્થ સાધ્વીજીને પૂછવાનું તેમણે વિચાર્યું, માત્ર વિચારીને જ ઉભા ન રહ્યા, ઉપાશ્રયમાં ગયા. ઉપ. શ્રયમાં એક લાકડાના આસન ઉપર એક પ્રૌઢ સાધવી બિરાજમાન હતાં. હરિભદ્દે બે હાથ જોડી, મસ્તક નમાવીને સાધવજીને પ્રણામ કરીને પૂછયું: “હું અંદર આવી શકું છું?” સાધ્વીજીએ ધર્મલાભ ના આશીર્વાદ આપ્યા અને અંદર આવવાની અનુમતિ આપી. સાધવજીના આશીર્વાદમાં હરિભદ્ર પુરહિતને અમૃતને આસ્વાદ મળે. સાધ્વીજીના દર્શનથી તેમના આત્માએ અપૂર્વ પ્રસન્નતા