________________
પ્રવચન-૨૦
અપરાજેય હતી. ચિતઢની રાજસભામાં આવેલ એકપણ વાદીવિદ્વાન વિજયી બનીને પાછા નહાતા ફર્યાં એકે એક વિદ્વાનને હરિભદ્ર પુરાહિત ભૂડી રીતે પરાજિત કર્યાં હતા પેટે પાટા બાંધવાની વાત, પાસે સીડી અને જાળ રાખવાની વાત્ત ભલે કિંવદન્તી હૈાય કે સત્ય હાય, પર ́તુ તે અદ્વિતીય વિદ્વાન હતા, તેમાં બેમત નથી.
૩૬૭
એક દિવસ સવારમાં તે રાજમાર્ગ પરથી જઈ રહ્યા હતા. એ રસ્તે જૈન ઉપાશ્રયમાં સાધ્વીએ સવારે સ્વાધ્યાય કરી રહી હતી. એક સાથીજી શુદ્ધ અને સ્પષ્ટ શબ્દેમાં સ્વાધ્યાય કરી રહી હતી. રસ્તા પરથી જઈ રહેલા હરિભદ્ર પુરાદ્ધિતે એ શબ્દ સાંભળ્યા. સાધ્વીજી એક પ્રાકૃત શ્લાક યાદ કરી રહ્યાં હતાં :
ચકકી દુગ' હરિષણુગ', 'પગ' ચકકીણુ કેસવા ચકકી, કેસવ ચકી કેસવ, દુચકકી કેસી ય ચકી ય.’ (આશ્યક નિયુક્તિ) હરિભદ્ર આ શ્લાક સાંભળીને તેને અથ કરવા લાગ્યા. પરંતુ તેના અથ તેમને ખરાખર ન સમજાય. ફરી ફરીને તેમણે પ્રયત્ન કર્યા પરંતુ અર્થ સ્પષ્ટ ન જ થયા. તેમણે એક પ્રતિજ્ઞા મનમાં ધારી હતી. હું કાઈ શાસ્ત્ર કે શાસ્ત્રની કઈ વાત ન સમજી શકું અને તે જે કઈ મને સમજાવશે તેના હું શિષ્ય અની જઈશ.' આ પ્રતિજ્ઞા તેમણે જાહેરમાં નહાતી લીધી પરંતુ મનથી લીધેલી પ્રતિજ્ઞાનુ પાલન કરવામાં તેઓ દૃઢ સંકલ્પવાળા હતા. આ તેમની મૌલિક ચેાગ્યતા હતી. માનસિક સ’કલ્પનું પાલન કરવાની દઢતા હેાવી તે મામુલી વાત નથી. વાચિક સકલ્પના પણ લેાકેા ભંગ કરે છે, કાયિક સંકલ્પનું પણ પાલન નથી કરતા! ત્યાં માનસિક પાલન કરવાની તે વાત જ ક્યાં કરવી?
સ’પનું
પ્રતિજ્ઞાપાલનનુ સત્ત્વ છે ખરૂ?
આજે તા માણસનું મનાત્રળ જ ભંગાર થઈ ગયુ` છે. હીનસત્ત્વ બની ગયા છે આજના માણસ. વ્રત-નિયમનુ પાલન દુષ્કર