________________
૩૫૦ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સાચા સ્વરૂપને સમજી લે. ધર્મનું આચરણ કરવું કે ન કરવું એ તમારા વિવેક પર છોડી દઉં છું. પણ તમે એ નક્કી માનજે કે ધમતત્વ વિષે સાંભળતા સાંભળતા કે તેના વિષે વાંચતા વાંચતા તેના પર જે પ્રેમ થઈ ગયે, ધર્મતવ તમને ગમવા લાગ્યું તે એક દિવસ એ ધર્મતત્વ તમારા જીવનમાં જીવંત બની જશે. તમારા જીવનરૂપી શરીર પર ધર્મના અલંકારે ઝગમગી ઉઠશે. તમારા મન, વચન અને કાયા પર ધમ ની શેભા પથરાઈ જશે. તમારા વિચારમાં ધર્મની સુગંધ હશે. તમારી વાણીમાં ધર્મતત્વને મજીલ નિનાદ હશે. તમારા દરેક આચારમાં, જીવનના તમામ વ્યવહારમાં ધર્મરૂપી પુષ્પનું સૌન્દર્ય છલકશે. તમે તેનાથી અપૂર્વ શાતિ અને અનુપમ આનંદને અનુભવ કરશે.
હા, પૂર્વજન્મના પુણ્ય-કર્મોને એટલે સંગ્રહ નહિ થયે હેય તે તમને બાહા ભૌતિક સુખ-સગવડો તેટલી ઓછી મળશે. પરંતુ જીવનમાં જે ધમંતવને સ્થાન આપશે તે હેયે શાંતિનો સૂરજ ઉગશે. અનેખા આનંદના સાગર ઘૂઘવશે. સુખ એટલું મહત્ત્વપૂર્ણ નથી, જેટલી શાંતિ મહત્તવપૂર્ણ છે. સુખ એટલું અનિવાર્ય નથી, એટલે આમાનંદ અનિવાર્ય છે. તમારા હૈયાના હિંચેળે જે શાંતિ અને આનંદ ઝૂલે છે તે નિઃશંક માનજે કે અખિલ બ્રહ્માંડના તમામ સુખ તમને સલામ ભરે છે. માનશો ને તમે? ભૌતિક સુખેની પાછળ પાગલ બની ભટકનારાએ, તમે શાંતિ અને આત્માનંદનું મૂલ્યાંકન કરી શકશે? પ્રમોદભાવ કેમ નથી ?
આજ મારે તમને પ્રમદ ભાવનાના વિષયભૂત વિશ્વના શ્રેષ્ઠ ગુણવાળા મહાપુરૂષને પરિચય કરાવે છે. તમને જ્યારે એને પરિચય થશે ત્યારે તમારી વિચારસુષ્ટિ બદલાઈ જશે. તમને લાગશે કે આ વિરાટ વિશ્વમાં અનત અનત ગુણથી ભરેલા મહાન આત્માએનું અસ્તિત્વ છે. તમે માત્ર તમારી આજુબાજુ જ જુઓ છો. તમારી દુનિયા ઘણી નાની છે, સાંકડી છે. આ નાની અને સાંકડી