________________
૩૫૧
પ્રવચન-૨૦ - - - - - દુનિયાને તમે જુએ છે પણ સાંકડી નજરથી અને સાંકડા હદયથી ! આથી તમે પ્રમોદ ભાવનાથી વંચિત રહે છે. પ્રમોદ એટલે પ્રેમ કે
જેમના ગુણનું સ્મરણ કરવાથી આપણા હૈયે હર્ષ ઉછળે, અંતરમાં આનંદ ઉમટે, હૈયું ભાવવિભોર બની જાય, એ ભાવ, એ લાગાણ પ્રમેહ' છે. એ ભાવ પ્રમેહ ભાવના છે. એ ઉચ્ચતમ વિભૂતિઓ પ્રત્યે તેમના ગુણેના માધ્યમથી પ્રેમ થઈ જવું જોઈએ. એક વિદ્વાન મહાત્માએ “પ્રમેહ ને અંગ્રેજી અથ Love (લવ) અર્થાત પ્રેમ કર્યો છે. આ અર્થે મને પસંદ પડયો છે. ગુણેના માધ્યમથી શ્રેષ્ઠ વિભૂતિઓને પ્રેમ કરવાને છે.
દુનિયામાં અજ્ઞાની અને મેહાંધ છ વાર્થથી પ્રેરાઈને જ એકબીજા સાથે પ્રેમને વ્યવહાર કરતાં દેખાય છે. પ્રેમ એમને પિપટપાઠ પણ કરે છે, પરંતુ તે પ્રેમ નથી. એ તે હેય છે પ્રેમને માત્ર પડછા! પ્રેમને આભાસ માત્ર! તેમાં વાર્થની દુર્ગધથી ભરેલી વાસના જ હોય છે. બીજું કશું જ નહિ. જ્ઞાની અને વિવેકી માણસ જ ગુના માધ્યમથી જીવેની સાથે પ્રેમ કરી શકે છે.
સભામાંથી ? અમે લેકે તે દુનિયામાં પૈસાના માધ્યમથી જ પ્રેમ કરવાનું જાણીએ છીએ. અમારા મનમાં જેટલું રૂપિયા-પૈસાનું મૂલ્ય છે તે તેટલું ગુણનું નથી ! પછી ગુણવાન વ્યક્તિ પ્રત્યે પ્રેમ કેવી રીતે થાય?
મહારાજશ્રી : આથી જ તે કહું છું કે દષ્ટિ બદલે. જોવાની નજર બદલે ધનવાન તમને હાલે લાગે છે કારણ કે તમને ઘન હાલું છે! તમે ધનને મહત્વ આપ્યું છે, તમે ક્ષમા, નમ્રતા, વૈરાગ્ય, પરમાર્થ, પરોપકાર આદિ ગુણને જીવનમાં મહત્વ આપતા રહે તે તમને ગુણવાન–ગુણીજને પ્રત્યે પ્રેમ થશે જ, અર્થાત તેમના પ્રત્યે તમને સદભાવ થશે જ, તેમના ગુણેની તમે અનુમોદના કરશે જ.