________________
મીઠ્ઠી મીઠી લાગે મુનિવરની દેશન
ધમની વ્યાખ્યાને ખરાખર સમજી લે. તમને વિસ્તારથી એટલા માટે સમજાવી રહ્યો છુ કે આજકાલ ધર્મની વ્યાખ્યા મનફાવે તેમ કરવામાં આવે છે. પાતાના સ્વાર્થ સાધવા માટે અનેક ધૂતારા ધર્મોની વાત કરે છે. જો કે આવી ધૃતતા આજકાલની નથી, વરસાથી ચાલી આવી છે. આથી ખૂબ જ સાવધ અને સજાગ રહેવુ પડે છે કોઈપણ ધર્મની વાત સાંભળે ત્યારે વિચારો કે ધર્માનુષ્ઠાન જિનવચનથી વિપરીત તેા નથી ને ? યથાદિત છે ને ? મૈત્રી, પ્રમાદ આદિ ભાવનાએથી યુક્ત છે ને?
૩૨૮
મૈત્રી ભાવના અને કરુણા ભાવનાનું' વિવેચન આજે અહી પૂરું કરું' છું, હવે આપણે ‘પ્રમોદ ભાવનાના વિષયમાં ચિંતન કરીશુ’ ત્યારબાદ માધ્યસ્થ્ય ભાવનાની નુપ્રેક્ષા કરીશુ’
આજ આટલું જ.