________________
ર૪૨
મીઠી મીઠી લાગે છે મુનવરની દેશના
“વત્સ! તું મારી વાત માન, યુદ્ધની ભીષણતા સમજીને તું આ યુદ્ધ કરવાનું રહેવા દે. યુદ્ધ કરીને પણ તારે છેવટે પસ્તાવાનું જ છે. કારણ કે જેની સામે તું યુદ્ધ કરવા આવ્યો છે તે તારે કંઈ પ્રતિસ્પધી રાજા નથી પરંતુ તારે જ સગો ભાઈ છે !
નમિરાજ કશું સમજ નહીં. આશ્ચર્યથી પૂછ્યું: “એ કેવી રીતે ?
સાધ્વીજીએ માંડીને બધી વાત કરી. નમિની આંગળી પરની વીંટી બતાવીને કહ્યું: “એ વીંટી પરનું નામ વાંચ, તેના પર તારા પિતાનું નામ છે. હું તારી માતા છું.”
બધી વાત જાણુને પણ નમિએ કહ્યું કે “ભલે ચંદ્રયશ મારે સગે ભાઈ હોય પરંતુ મારે તે માટે એ હાથી જ જોઈએ. સામે આવીને એ હાથી આપી છે તે મારે યુદ્ધ કરવું નથી. નહિ તે યુદ્ધ સિવાય મારા માટે બીજે માર્ગ નથી.”
ઘણું સમજાવ્યા છતાં નમિ ન સમજે તે સાદેવીજી વિચારી રહી કે “આમાં નમિને શુ દેષ? કેવા પ્રબળ હોય છે ત્યારે જીવાત્માને સાચી વાત સમજવા દેતા નથી. પણ તે નિરાશ-હતાશ ન થઈ. કેઈપણ હિસાબે તેને આ હિંસક યુદ્ધ અટકાવવું હતું. હવે તેણે સુદર્શનપુરમાં જઈને ચંદ્રશને સમજાવવાનો નિર્ણય કર્યો. સૈનિકોએ સાધ્વીજીને જોઈને નગરનું દ્વાર ખોલ્યું. સાવિત્રીજી સીધાં જ ચંદ્વયશના રાજમહેલ પર પહોંચી ગયા,
સાધ્વીજીને દૂરથી જોતાં જ ચંદ્રયશ ઓળખી ગયો: “અરે! આ તે મારી માતા છે. મારી મહાસતી માતા દેહતાં જઈને તેના પગે પડે. વિનયથી સત્કાર કર્યો અને રાજમહેલમાં ખબર કહેવડાવી દીધી. સાંભળીને રાણીઓ, મંત્રીઓ સૌ આવી ગયા. બધાએ ભકિતભાવથી વિનયપૂર્વક વંદના કરી.