________________
પ્રવચન-૧૬
ર૧ મદનરેખાના પગ વીજળીની ગતિએ ઉપડી રહ્યા હતા. એવી જ વીજગતિએ વિચારે છેડી રહ્યા હતા. તેને હૈયે કરૂણા છે. પિતાના પુત્રોને હિંસક યુદ્ધમાંથી બચાવી લેવાની તીવ્ર ઝંખના છે. “પુત્રોને પરફેક ન બગડે તેવી ભાવ-કરણા છે. તેના હૈયે એ પણ ભાવના છે કે “મારા પુત્ર રાજ્યનો ત્યાગ કરીને ચારિત્ર ધર્મ અંગીકાર કરે અને સકલ કર્મક્ષય કરીને પરમપદ પ્રાપ્ત કરે!” આ સવેગ–કરૂણા છે.
નમિરાજાએ સુદર્શનપુરને ઘેરી લીધું હતું. સુદર્શનપુરના બધા જ દરવાજા બંધ હતા. સાધ્વીજી સુત્રતા યુદ્ધમેદાનમાં પહોંચી ગઈ. સાધ્વીજીને યુદ્ધ મેદાનમાં જોઈને સૈનિકોને આશ્ચર્ય થયું. સાધ્વીજીએ એક સૈનિકને પૂછયું : “ભાઈ ! તમારા મિરાજા કયાં છે? મારે તેમને મળવું છે.” સૈનિકોએ નમિરાજાને નિવાસ બતાવ્યું. સાધ્વીજીને પિતાને ત્યાં આવેલા જોઈ મિરાજા ઉભું થઈ ગયું. તેમને પ્રણામ કર્યા અને વિનયથી જમીન પર સાર્વજીની સન્મુખ બેસી ગયો.
મદનરેખા આજ પહેલીવાર આ પુત્રને જુવે છે! જેવા તે રાજમહેલમાં ગઈ હતી ! પણ જોવાના બદલે પુત્રમેહ ઉતારીને સંયમ ધર્મ અંગીકાર કરી લીધા! અને આજ પહેલીવાર પુત્ર જેવા મળ્યો ત્યારે તે યુદ્ધભૂમિ પર હતે ! બાળપણ તે તેનું જોયું જ ન હતું ! માત્ર જન્મ આપીને તેનું મુખ જોયું હતું. ત્યારબાદ આજ તેને ભર -જવાનીમાં જીવે છે. બિલકુલ યુગબાહુની પ્રતિકૃતિ ! પણ નમિને વિનય જોઈને સાધ્વીજી પ્રસન્ન થઈ. તેણે વાત્સલ્યના સૂરે કહ્યું :
હે રાજન ! તું શા માટે યુદ્ધ કરે છે? આ યુદ્ધથી કેટલે ભયંકર છવ સંહાર થશે તેની તને શું ખબર નથી ? તેથી કેવા ઘર પાપ તું બાંધીશ, તેનો વિચાર તને આવે છે ? ભાઈ ! રાજ્યસંપત્તિ અસાર છે. ચ ચળ છે. વિનશ્વર છે. સંસારના જોગ સુખ સુખ નથી. દુખના જ તે કારણ છે. વૈષયિક સુખના વિપાક કેટલા દારૂણ હોય છે!