________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના હૃદય કરુણાથી દ્રવી ઊઠયું: “ઓહો ! આ શું થઈ ગયું? બંને સગા ભાઈ સામસામે લડશે? તેમને ખબર નથી કે બંને એક જ બાપના સંતાન છે. એહ. યુદ્ધ કેટલું બધું ખરાબ છે? જેની ઘર હિંસા થશે. ભાઈ-ભાઈ વચ્ચે વેર વધશે નહિ, નહિ હું આ યુદ્ધ નહિ થવા દઉં. યુદ્ધમેદાનમાં હું જાતે જઈશ અને બંને પુત્રોને સમજાવીશ. તેમને સારો પરિચય કરાવીશ, મને શ્રદ્ધા છે મારી વાતને, મારી વિનંતીને તેઓ ઈન્કાર નહિ કરે...”
અને માવજી સુત્રતા યુદ્ધના મેદાન પર જવા તૈયાર થયાં. તેમણે સુદર્શનપુર તરફ વિહાર કર્યો. રસ્તામાં આ તપસ્વિની સાધવીના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. “શું આ બંને એક હાથી માટે યુદ્ધ કરવા તૈયાર થયા છે? ના, હાથી તે યુદ્ધનું નિમિત્ત માત્ર છે. યુદ્ધ તે “અહ” અને “મમનું છે. મહારાજાને આ જબરદસ્ત પ્રભાવશાળી મંત્ર છે. આ મંત્રના પ્રભાવથી જીવ મોહમય બની જાય છે. સારાસારનો વિવેક ખાઈ બેસે છે. ચંદ્રશે હાથી પાછો ન આપે તે નમિ પાસે શું હાથીઓ ઓછા હતા? પરંતુ એ હાથી સાથે મમત્વ જોડાયું હતું, મારે હાથી પાછો ન આપે ” નમિનો અહંકાર ઘવાયે હતે. નહિ તે શું હાથી ચંદ્રયશ સાથે પરક જવાનો હતે? એ હાથી મરવાને નથી ? પરંતુ નાદાન બાળકને આવા વિચાર કયાંથી આવે? અને આજે પણ કયાંથી? કેઈએ તેમને આવું જ્ઞાન આપ્યું જ નથી, પણ કંઈ નહિ. હું તેમને સમજાવીશ. એક વખતના એ મારા સંતાને છે. વિનયી છે. સુશીલ છે...હા, નમિ વિષે કશું નિશ્ચિત પણે કહી નથી શકતી. તેણે કયાં મારું દૂધ પીધું છે? ચંદ્વયશ તે મારું દૂધ પીને મોટા થયા છે. બાલ્યાવસ્થામાં મારી ગાદમાં બેસી તેણે શિક્ષણ લીધું છે. ચન્દ્રયશ માતૃભકત પણ છે. જ્યારે એ રાતે હું સુદર્શનપુરથી નીકળી પડી હતી ત્યારે એ કેવું ચોધાર આંસુએ રડ હતા પિતાની હત્યા થઈ હતી અને હું તેને છોડીને ચાલી નીકળી હતી ત્યારે એ કેટલે બધે દુખી થઈ ગયે હતો?