________________
મીઠી મીઠી લાગે છે મુનિવની દેશના
વાત કરનારા પણ આ પાપ કરી લે છે અને તે પણ ધમ સમજીને ! આને આપણુ દુર્ભાગ્ય જ સમજવું જોઈએ,
૨૦૪ :
દેવ-યુગમાહુ મદનરેખાને ‘ગુરુ' માની તેને સ' પ્રથમ ત્રણ પ્રદક્ષિણા દે છે અને પ્રણામ કરે છે. પછી મુનિરાજને વંદન કરે છે આ વ્યવહારને મુનિરાજ ઉચિત કહે છે! પારલૌકિક ઉપકાર કરનારનુ કેટલુ' ઉચ્ચ કૅટિનું મહત્ત્વ છે, તે આમાથી સમજવાનુ છે. લે મદનરેખા સાધ્વી ન હતી ગૃહસ્થ નારી હતી, પરંતુ યુગમાડું માટે તા સદુધમ આપનાર ગુરુ હતી, આચા' હતી, યુગમાહુના આ ભાવ યથાર્થ હતા. ઉચિત હતા અને કલ્યાણકારી હતા.
યુગમાડું-દેવ મદનરેખાને કહે છે ધ્રુવી ! તમારી હવે શી ઈચ્છા છે? તમને જે પ્રિય હાય તે કરવા હું તૈયાર છું.'
મદનરેખા કહે છે મને તે માત્ર મેક્ષ જ પ્રિય છે. કર્માંના મધનથી મારા આત્મા મુકત અને તેજ મને પસદ છે, પરંતુ હમણાં તા તમે મને મિથિલા પહોંચાડી દે. હું મારા નવજાત પુત્રનું મુખ જોઈ લઉં. પછી મારું' સમગ્ર જીવન પ્રેમ-આરાધનામાં વ્યતીત કરીશ,’ મદનરેખાના જવામ કેટલા બધા પ્રેરણાદાયી છે! તેના આંતર મનની એક જ કામના છે મેક્ષની જ તે કામના કરે છે. બાહ્ય મન તેનુ પુત્રનું મુખ જોવા ચાહે છે, પણ તે મેહથી નહિ. એ બાળકને કાઈ તકલીફ્ તા નથી ને ? એકવાર મારી આખે જોઈ લઉ, ખસ પછી સમગ્ર જીવન ધર્મમય ગાળીશ.' આ ભાવનાી તે મિથિલા જવા ચાહે છે. જ્ઞાનદ્રષ્ટિ ખૂલી ગયા પછી સંસાર પ્રિય લાગે નહિ. સંસારના સુખ પ્રિય લાગે નહિ. એના આત્માની ઝંખના સતત મુકિતની જ હાય. મધનેામાં રહેવા છતાંય ઝંખના મુકિતની જ રહે. ‘સમ્યગ્દર્શન'ના ગુણુ ખીલ્યા પછી સસાર પ્રત્યે વૈરાગ્ય અને મેક્ષ પ્રત્યે સવેગ-પ્રેમ જાગ્યા વિના રહે જ નહિ.
મદનરેખાએ મુનિરાજને ભાવપૂર્ણ હૈયે વંદના કરી રાજા મણિપ્રભુને પ્રણામ કર્યાં અને યુગખાડું-દેવ સાથે વિમાનમાં બેસી ગઇ.