________________
૨૬૬ ઃ
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ભવિષ્યકાળનું ઘણું બધું જાણી શકાય છે. અવધિજ્ઞાનીઓ બીજાઓના પણ ભૂત-ભવિષ્ય જાણી શકે છે. મને પર્યાવજ્ઞાની તે બીજાના મનમાં ચાલતા વિચારોને પણ વાંચી લે છે. તે પણ અનુમાનથી નહિ. પ્રત્યક્ષ જોઈને બતાવી દે છે. આજ તે આપણું દુર્ભાગ્ય છે કે એવા અવધિજ્ઞાની અને મન પર્યવજ્ઞાની મહાત્માઓ આ ભૂમિ પર નથી. કેવળજ્ઞાનીની તે વાત જ કયાં કરવી ? એવા જ્ઞાની પુરૂષના યુગમાં જે આપણે હેત તે આપણું કયારનું ય કલ્યાણ થઈ જાત!
સભામાંથી ? એવા જ્ઞાની પુરૂષ શું અમારા વેપાર-ધંધાની તેજી-મંદી પણ બતાવી શકે? (સભામાં ખડખડાટ હાસ્ય)
મહારાજશ્રી : કમાલ છે તમારા લેકેની નજર અને વૃત્તિ?!! દિવ્યજ્ઞાની પુરુષો પાસેથી પણ પૈસા જ રળવાની વૃત્તિ !!! મને લાગે છે કે તમને લાગે કે ફલાણું જ્ઞાની પુરૂષ છે, જોતિષ જાણે છે, તે તમે તેમની પાસે પૈસા રળવાના ઉપાય પૂછવા જ જાવ ! સાધુપુરુ પાસે શું માંગવાનું?
સભામાંથી ? એવા મુનિએની પાછળ તે ઘણા લેકે ગાડીઓ લઈને ફરે છે.
મહારાજશ્રી : ભલે ફરે. ભલે ફરે! પણ જે, એ જ્ઞાની પુરૂષ વાસ્તવમાં સાધુ પુરૂષ હશે, પરમાત્મા જિનેશ્વરના શાસનના સાચા અનુરાગી હશે તે તે તમારી અર્થ અને કામની લાલસાઓ પૂરી કરવામાં જરાય સહાયક નહિ બને. તે તે તમારી અર્થ અને કામની લાલુપતાને નાશ કરવાનો જ ઉપદેશ અને પ્રેરણા આપશે હા. વેશ સાધુને પહેર્યો હોય અને કામ ડાકુનું કરતા હોય, તેમની વાત જવા છે. એવા વેશધારી સાધુ પણ હોય છે. તેમને એવા સ્વાથી અને લેભી લેકે મળી પણ જાય છે. દુનિયામાં મૂર્ખ લોકે જ વધુ છે ધૂતારાઓને આવા મૂર્ખ ને લોભી લેકે મળી જાય છે. તમને લેકેને તે એવા કેઈ ધૂતારા નથી મળી ગયા ને?
કાળજુ ઠેકાણે રાખજે. નહિ તે ધર્મના નામે અધર્મના અંધારામાં