________________
પ્રવચન-૧૫
: ર૫ મદનરેખા એ મુનીશ્વરનું શરણું લઈને મણિપ્રભથી છુટકારો મેળવી શકે! મણિપ્રભ પોતાના પિતા મુનિરાજનું ઉલ્લંઘન ન કરી શકે! કારણ કે તેણે અગાઉ કહ્યું હતું કે પિતે પિતા મુનિરાજના વંદન કરવા જઈ રહ્યા છે. આને અર્થ એ થયો કે તેના હૃદયમાં પિતા
નિ પ્રત્યે શ્રદ્ધા અને સદૂભાવ હતું. આથી તે મુનિરાજનું વચન કેવી રીતે ઉત્થાપી શકે?
બીજી વાત ? મુનિરાજ મદન રેખાની શીલરક્ષા કરવામાં સહાયક બને જ ! મુનિ તે હંમેશા શીલરક્ષાના જ પક્ષમાં હાય! પિતાને જ પુત્ર પરસ્ત્રીગામી બને એ મુનિરાજ કદી પસંદ ન કરે. મદનરેખાએ નન્દીવરદ્વીપ જવાની વાત મૂકી તેની પાછળ આ બધી ગણતરી હતી જ, અને એ સાચી–બરાબર ગણતરી હતી. સાચા માર્ગે ચાલનારાઓને, શીલરક્ષાના પવિત્ર ઉદ્દેશ્યથી જીવનારાઓને સંકટ સમયે પણ ગ્ય ઉપાય મળી જ આવે છે. મદનરેખા નંદીવર-દ્વીપ ઉપર
મણિપ્રભ મદનરેખાને લઈને નન્દીશ્વરદ્વીપ પડશે. ત્યાંના અતિ ભવ્ય શાશ્વત જિનમંદિરને જોઈને મદનરેખા તે ખૂબજ પ્રસન્ન થઈ ગઈ. અતિ નયનરમ્ય વિકરાટકાય જિન-પ્રતિમાઓના દર્શન કરી તેને આત્મા નાચી ઊઠશે. બંને જણાએ ખૂબજ ભાવભક્તિથી પરમાત્માની સેવા-પૂજા કરી. પછી તેઓ જયાં યુનિરાજ મણિચૂડ બિરાજમાન હતા. ત્યાં ગયા. બંનેએ વિનયથી મુનિરાજને વંદના કરી અને વિધિપૂર્વક તેમની સન્મુખ બેઠાં. મુનિરાજ મણિચૂડને ચોથું જ્ઞાનમન પર્યવજ્ઞાન થઈ ગયું હતું. એ મુનિ ભગવંત મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન અને મન-પર્યાવજ્ઞાન-આ ચાર જ્ઞાનના ધારક હતા. તેમના દિવ્ય અને વિમળ મુખારવિંદના દર્શન કરીને મદનરેખાનું હૈયુ હર્ષથી ગદ્ગદ્ થઈ ગયું,
અવધિજ્ઞાન એવું આત્મપ્રત્યક્ષ જ્ઞાન હોય છે કે ભૂતકાળ અને