________________
પ્રવચન-૧૪
૨૪૭ ઉપકારી પ્રત્યે મૈત્રી ભાવના રહેવી જ જોઈએ. ઉપકારી પ્રત્યે આપણા હૈયે નેહ અને સદ્દભાવ હોવા જ જોઈએ. કેઈએ આપણું ઉપર નાનકડે પણ ઉપકાર કર્યો હોય તે તે ઉપકારીને અને ઉપકારને કયારેય ભૂલવા ન જોઈએ. ધર્મ કરનારમાં શું આટલી ય ગ્યતા ન હોવી જોઈએ એટલી ય જે યોગ્યતા ન હોય તે શું સર્વજ્ઞકથિત ધર્મની આરાધના કરી શકે ખરો ? ના, કદાપિ ન કરી શકે. કુતન માણસને ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ નથી.
મદન રેખાનું ચિત્ત કેટલું વિશુદ્ધ હતું. કેટલું બધું પવિત્ર હતું! મણિરથ યુગબાહુ પર તલવારથી પ્રહાર કર્યો છે. છતાંય મદન રેખા મણિરથ પ્રત્યે ક્રોધ કે ફલેશ કર્યા વિના યુગબાહુ પર જ પિતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. યુગબાહુ મદન રેખાને પતિ હતે.
સ્વજન હતું. પતિ પણ હતું અને ઉપકારી પણ હતે. પતિ પત્નીને સુખ આપે છે, સુખનાં સાધન આપે છે આથી પતિ ઉપકારી બને છે. મદનરેખા યુગબાહુને ઉપકારીના રૂપે પણ જુએ છે. તમારી પત્ની તમને ઉપકારી માને છે?
સભામાંથી અમારા ઘરેથી તે અમને ઉપકારી નથી માનતાં ! (સભામાં જોરદાર હાસ્ય)
મહારાજશ્રી તે તમારી પસંદગી બરાબર નહિ હોય. (સભામાં ફરીથી ખડખડાટ હાસ્ય) પસંદગી તમારી બરાબર હતી તે જરૂર તમારી પત્ની–ઘરવાળી તમને ઉપકારી માનત. મારું માનવું છે કે તમે ચેડાં ઘણું સુખના સાધન આપતા હશે પણ સુખ નહિ આપતા હય! સાચી વાત છે ને મારી ? સુખનાં સાધન આપવા એક વાત છે અને સુખ આપવું એ બીજી વાત છે. સુખનાં સાધન આપતા હશે ત્યારે ગાળે પણ દેતા હશે! કયારેક મારતા પણ હશે! બડબડ પણ કરતા હશે! સંભવ છે કે બેવફાઈ પણ કરતા હ! શા માટે તમારા શ્રીમતીજી તમને ઉપકારી ના માને ? તમારા લક્ષણ સારા હેય તે જરૂર માને. તેમાં શંકાને કોઈ સ્થાન જ નથી.