________________
૨૪૮
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના યુગબાહુ કેટલે સુગ્ય યુવરાજ હતું તે જાણે છે? મદનરેખા પ્રત્યે તે સંપૂર્ણ વફાદાર હતા. તેનામાં ઉચ્ચ કેન્ટિની ખાનદાની હતી. મદનરેખા પણ અસાધારણ સન્નારી હતી. પવિત્ર અને વિશુદ્ધ તેનું હૈયું હતું. તેણે પોતાના પતિનું આત્મહિત વિચાર્યું જે થવાનું હતું તે થઈ ગયું. થયેલું હવે ફરનાર નથી. હવે તે બચનાર નથી. ત્યારે તેમનું મન પ્રશાંત થવું જોઈએ. તેમને પરલેક ન બગડ જોઈએ. સમતા અને સમાધિ સાથે તેમનો આત્મા પરાકની યાત્રા કરે તે જરૂર તેમની સદ્ગતિ થાય. મારે તેમના કષાયની આગ શાંત કરવી જોઈએ...
જોઈને મદન રેખાની આત્મ-મૈત્રી કેવી છે તે સ્વજન-મૈત્રી છે, ઉપકારી મૈત્રી છે અને આત્મ-મૈત્રો છે. પતાના સુખ-દુઃખને કેઈ વિચાર સુદ્ધાં નહિ! પિતાના સૌભાગ્ય-વૈધવ્યને કઇ વિચાર નહિ! પતિના હત્યારા મણિરથ પ્રત્યે પણ એ સમયે કઈ વેર-વિરોધ નહિ! સામાન્ય અને સાધારણ સ્ત્રમાં શું આ સંભવિત છે? આવી ભયંકર દુર્ઘટનામાં મગજનું સંતુલન રાખવું શું સામાન્ય સ્ત્રી માટે સંભવિત છે ખરું? માનવ-મનની બેહાલી
કેને સામાન્ય સ્ત્રી અને કેને અસાધરણ સ્ત્રી કહેવાય તે જાણે છે? જાણી લે તે ન્યાલ થઈ જાવ તમે! અહીં હાજર રહેલ બહેને પણ એ જાણી લે તે આજે પણ અનેક મદન રેખાઓ મળી શકે ! પર તુ સાંભળવું, સમજવું અલગ છે અને તેને આચરણમાં મૂકવું એ ઘણું જ મુશ્કેલ છે. . B. A., M. A, B com, M. com જેવા ડીગ્રી મેળવી લેવાથી સ્ત્રી અસાધારણ નથી બની જતી. ફીલ્મી વેશભૂષા કરવાથી કે કૃત્રિમ શુંગાર કરવાથી પણ સ્ત્રી અસાધારણ નથી બની જતી. અસાધારણ અને અસામાન્ય સ્ત્રી તે તે જ બની શકે કે જેનું મન શુદ્ધ હોય, દઢ હાય અને સમ્યગ જ્ઞાનથી સભર હોય, દુકામાં પણ જે ધીરજ રાખી શકતી હોય, સુખમાં પણ નમ્ર બની શકતી હોય, મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યસ્થભાવથી