________________
२३८
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના અને ભદ્ર પરિણામ મહાસતીને શું ખબર કે ક્યારેક ચૂપકીદી પાછળ ભયાનક આગ છુપાયેલી હોય છે ! મણિરથ યુગબાહુની હત્યા કરે છે?
એક દિવસ યુગબાહુ મદનરેખાને લઈને નગર બહાર ઉદ્યાનમાં લઈ ગયે. એ સમયે ઉધાનમાં કંઈ જ ન હતું. ઉદ્યાનમાં પ્રવેશ કરીને યુગબાહુ અને મદન રેખાએ કદીગૃહમાં નિવાસ કર્યો. મદન રેખાની પ્રસન્નતા ખાતર એ શત કદલીગૃહમાં જ રહેવાનું પસંદ કર્યું. ઉદ્યાનની તરફ સુરક્ષા માટે સશસ્ત્ર સૌનિકે પહેરો ભરતા હતા. જે સમયે ઉદ્યાનમાં રાજા-રાણી કે યુવરાજ હોય ત્યારે બીજા કેઈ પણ નાગરિકને ઉદ્યાનમાં પ્રવેશ કરવાને પ્રતિબધ હતે
મણિરથને આ સમાચાર મળ્યા. તરત જ તેના મનમાં પાણી વિચાર ઉભરાઈ આવ્યા : આજ સરસ તક મળી છે. યુગબાહુ અને મદનરિખા કદલીગૃહમાં રાત વીતાવી રહ્યા છે. એકલા જ છે. આજ શતે જ યુગબાહુને મારી નાંખીને મદન રેખાને મારી-બનાવી લઉં. અને રાતના પ્રથમ પ્રહરમાં જ હાથમાં તલવાર લઈને રાજા મણિર ઉદ્યાનમાં ગયા. દ્વાર પર ઉભેલા સૈનિકેને પૂછયું કે મારે નાભાઈ યુગબાહુ કયાં છે? સૈનિકે કહ્યું“રાજન ! તેઓ કદલીગૃહમાં છે.'
રાજાએ કહ્યું: “મને સમાચાર તે મળ્યા છે કે તે આજ રાત કદલીગૃહમાં રહેનાર છે. આથી મારે જાતે અહી આવવું પડયું. આ તે જંગલ છે. કઈ પણ શત્રુ આવીને મારા નાનાભાઈને પરાભવ કરી શકે. આથી તેને મહેલમાં પાછા લઈ જવા આવ્યું છું.' આટલું કહીને મણિરથ સીધે કદલીગૃહમાં જતું રહ્યો સૈનિકે રાજાને કેવી રીતે અટકાવી શકે? તેમના મનમાં વિચાર તે આ જ હશે કે અમે બધા સૈનિકે અહીં ખડે પગે ઊભા છીએ, ખુલ્લી તલવારથી ચોકી ભરીએ છીએ. કે શત્રુ આવી તે જીએ? તમારા ભાઈને અમારા દેખતાં કશું જ નહિ થાય, તેમને કદલીગૃહમાં સૂવા દે. તમારે અંદર જવાની કેઈ જ જરૂર નથી પણ આવું કહી કેમ શકાય? સામે ખૂદ પિતાને રાજા હતે ! કેવી કરુણતા ?! સાચી અને ચગ્ય