________________
પ્રવચન-૧
: ૧૫ નાનાને રમકડાં સમજી બેસે છે અને મનફાવે એ રીતે તેમની સાથે ખેલે છે! રાજા માટે રાણી ભેગનું માત્ર રમકડું હતું? રાજાએ લીલાવતીને એ પણ પૂછવાની તસદી ન લીધી કે મહામંત્રીનું વસ્ત્ર તારી પાસે કેવી રીતે આવ્યું? મહામંત્રીને પણ બોલાવીને ન પૂછયું કે અમે આપેલું સવાલાખનું વસ્ત્ર કયાં છે ? આમ પૂછયું હોત તે સત્ય વાતની ખબર પડત અને બે પવિત્ર આત્માઓને અન્યાય ન થાત. પુરતી તપાસ કરી નિર્ણય કરે
કેઈપણ વાત સાંભળીને કે કેઈપણ પ્રસંગ જોઈને ગાઢ પગમાં કે ઘેરા ષમાં તણાઈ ન જાઓ. પિતાની રાગ-દ્વેષની વૃત્તિઓ પર સંયમ રાખે, નહિ તે તમે સારો વિચાર નહિ કરી શકે. સાંભળેલી વાત પર કે સગી આંખે જોયેલી ઘટના પર પણ ઉતાવળે નિર્ણય ન બાંધી લે. તેના પર ગંભીરતાથી વિચાર કરે, પુરતી તપાસ કરે. અને પછી નિર્ણય કરે. તે પણ કહેરતાથી કે નિર્દયતાથી ન કરે. લીલાવતીને દેશનિકાલની સજા:
મહામંત્રી પેથડશા પર રાજાને કેટલો બધે નિવાસ હતે ! રાજાને ખબર હતી કે પેથડશાએ બ્રહ્મચર્ય વ્રત લીધું છે. બ્રાચારી મહામંત્રી માટે પ્રજાને પણ ખૂબ જ સદ્ભાવ છે. છતાંય આવા બ્રહ્મચારી મહામત્રીને દુરાચારી ધારી લીધું ' માત્ર એક વસ્ત્રના કારણે! મંત્રીનું વસ્ત્ર રાણીની પાસે જઈને રાણીને તાવ કેમ ચાલ્યા ગયે, તેઢું પૂછવાનું પણ રાજાને ન સૂઝયું. જે લીલાવતી માટે તેને અનહદ પ્રેમ હતે એ રાણીને પણ વ્યભિચારિણી માની લીધીઆ છે તમારે સંસાર ! એક ક્ષણમાં રાગ, દ્વેષમાં બદલાઈ જાય ! ક્ષણમાં વેષ, રાગમાં બદલાઈ જાય ! રાજાનું મન તીવ્ર વેષથી ભરાઈ ગયું. મહામંત્રી અને મહારાણીને આકરામાં આકરી સજા ફટકારવા તેનું મન વિચારી રહ્યું. પરંતુ મહામંત્રીને સજા કરવાની રાજામાં હિંમત ન હતી. રાજા તે નામને હતે. સર્વેસવો તે