________________
૧૭૪ :
મીઠી મીઠી લાગે છે મુનિવરના દેશના
શાંતચિત્તે કહ્યું: “મને ખબર જ હતી કે મારી વાત તમે બેટી જ માનશે. પણ મારા વ્હાલા પ્રાણનાથ! મારી પાસે એને પુરાવે છે, પ્રમાણ છે. પ્રમાણ ન હેત તે આપની સામે આવી વાત કરતા જ નહિ આપ જઈને જુએ, આપની પ્રિય રાણી મહામંત્રીના વિરહમાં તેમનું પહેલું જ વસ્ત્ર ઓઢીને સૂતી છે! આ આપ જાતે જ જઈને જુઓ અને ખાતરી કર! પ્રેમનું આથી વિશેષ પ્રમાણ બીજું શું હોઈ શકે ?” રાજા લીલાવતીને કલંકિત માને છે
લીલાવતીએ કે પેલી દાસીએ મહામંત્રીના પૂજન-વસ્ત્રની વાત રાજાને કહી ન હતી. ઉતાવળમાં આવી ભૂલ થઈ જાય છે. રાજાએ કદંબાને કહ્યું: “ભલે, હું પિતે જ જઈને જોઉં છું.' કદંબા પિતાના નિવાસે ચાલી ગઈ. રાજાના મનમાં તેફાન જગાડીને ગઈ! રાજાની કલ્પનામાં મહામંત્રી અને લીલાવતી રમવા લાગ્યા. બંનેના ચરિત્ર પર રાજાને વિશ્વાસ હતો પણ કદંબાની વાતે શંકા પેદા કરી દીધી. માણસના જીવનમાં કયારે ભૂલ થઈ જાય, કંઈ ભરોસે નહિ. હું હવે જાતે જ તેની ખાતરી કરું રાજા લીલાવતીના નિવાસખંડમાં પહેથા. લીલાવતી એ સમયે સૂઈ રહી હતી તેણે મહામંત્રીનું વસ્ત્ર એવું હતું. રાજાએ એ વસ્ત્રને ઓળખી લીધું? આ તે મેં જ મહામંત્રીને ભેટ આપ્યું હતું. મહામંત્રીએ આ વસ્ત્ર રાણીને આપી દીધુ ? આટલું બધું મૂલ્યવાન વસ્ત્ર રાષ્ટ્રને ભેટ આપી દીધું, તેને શું અર્થ? રાજાને ખૂબ જ ગુસ્સો ચડે તે પિતાના આવા સામાં આવ્યું. કદંબાની વાત રાજાના મનમાં દઢ થઈ ગઈ. તેણે મહામંત્રી અને લીલાવતીને પૂછવાનું પણ ન વિચાર્યું. મહામંત્રી અને લીલાવતીના માટે તેના મનમાં બેટી ધારણા ઘર કરી ગઈ.
અજ્ઞાની અને ઓછી બુદ્ધિવાળા માણસોની આ જ તકલીફ હોય છે. તેમાંય જ્યારે આવા લેકે “વડીલ હોય છે, સત્તાસ્થાને બેઠેલા હોય છે ત્યારે તે ઘણે મેટો અનર્થ થઈ જાય છે. આવા લેક