________________
પ્રવચ૧૬
: ૧૭૫ કલાકનું ! તે ય તમે કંટાળી નથી જતા? કમાલ છે તમે કે ક્ષણિક વૈથિક સુખ-અલપ ક્ષણેનું ભેગસુખ મેળવવા તમે લેકેએ તમારી આસપાસ ન જાણે કેવી જાળ ગૂંથી રાખી છે. જુઓ તે જરા, એ જાળમાં તમે કેવા ફસાઈ ગયા છો? શું થશે તમારું પરલેકમાં ? વૈષયિક સુખ પણ કેવા મળ્યાં છે? કેટલાં ગંદા ! કેટલાં બીભત્સ ! અને કેવા જુગુપ્સનીય? ! ગટરની ગંદગીમાં મોજમજા ?મનુષ્યગતિ અને તિર્યંચગતિનાં સુખ ગટરની ગંદગી જેવાં સુખ છે, તે પણ શું તમે હંમેશા ભેગવી શકે છે? શરીરમાં ટી. બી. કે કેન્સર જેવા રોગ થઈ ગયે તે? ભલે ત્યારે તમે યુવાન હે પત્ની પણ તમારી ખૂબજ રૂપાળી અને સુંદર હય, છતાં તમારે રોગના લીધે આસુ સારીને બેસી રહેવું પડે છે. અને જ્યારે મત આવે છે ત્યારે પત્ની ઉભી ઉભી આસુ પાડે છે. લેકે આવીને તમારા મૃત દેહને બાધીને લઈ જાય છે... મસાણમાં એક પળ માટે આખ બંધ કરીને એ દશ્યની જરા કલ્પના કરી જુઓ ! વિષયાંધ માણસનું ગણિત
કદંબા રાણી રાજાને લીલાવતીમાં દોષદર્શન કરાવવા માગતી હતી. જેથી રાજાને તેના પરથી રાગ ઉતરી જાય. વિષયાંધ માણસનું ગણિત કેટલું બધું ખોટું હોય છે ! રાજાને પ્રેમ મેળવવા એ બીજાના જીવનમાં આગ લગાડવાનું વિચારે છે. આથી કદંબા લીલાવતીના જીવનમાં દેષ જ શોધતી ફરે છે. એવા દેષ એ શોધી રહી છે કે તે જાણીને રાજાને લીલાવતી પ્રત્યે ધૃણ અને તિરસ્કાર થઈ જાય, ફરી તેના સામે જુએ જ નહિ, ત્યારે જ અને તે જ કદંબાને રાજાને પૂરેપૂરે પ્રેમ મળી શકે.
એક દિવસ રાણી લીલાવતી બિમાર પડી, રાણને તાવ આવ્યે. એક દિવસ તાવ રહે . બીજા દિવસે ઉતરી જતે. એકાંત િતાવ આવતું. રાજાએ ઘણી દવાઓ કરાવી ઘણા ઉપચાર કરાવ્યા, પરંતુ તાવ ઉતરતા નથી. રાજા અને સમગ્ર રાજપરિવાર ચિંતામાં ડૂબી