________________
૧૭૨ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ગ. રાણુનું શરીર સૂતું જતું હતું. વૈદ્યો પણ નિરાશ થઈ ગયા હતા.
લીલાવતીની દાસી મહામંત્રી પેથડશાના ઘરે પથમિણને મળવા અને લીલાવતીના સમાચાર આપવા ગઈ હતી. દાસીને ચહેરે ઉદાસ હતે. પથમિણોએ ઉદાસીનું કારણ પૂછયું તે દાસી રડી પડી. રડતાં રડતાં કહ્યું: “મહારાણીને ઘણા દિવસથી તાવ આવે છે. કેઈ જ દવા કામ નથી આવતી. મહારાણીનું શરીર કંતાતું જાય છે. મહારાજા ખૂબજ ચિંતામાં છે. આખુંય રાજકુટુંબ ઊંડા શેક અને ચિંતામાં ડૂબી ગયું છે.” પથમિણીએ દાસીની વાત શાંતિથી અને સહાનુભૂતિથી સાંભળી.
ડીવાર વિચારીને તેણે દાસીને કહ્યું: “તાવ ઉતારવાને એક ઉપાય મારી પાસે છે.” દાસીની આંખે આનંદથી ચમકી ઉઠી. બેલી; છે તમારી પાસે ઉપાય? તે બતાવે બહેન! તમારે ઘણે ઉપકાર થશે.” અને પથમિણને તે વળગી પડી. પથમિણુએ કહ્યું : “સાંભળ, મહામંત્રી પરમાત્માની પૂજા માટે જે વસ્ત્ર પહેરે છે એ વસ્ત્ર ઓઢીને રાણી સુઈ જાય તે તેમને તાવ મટી જશે. પણ હા, તાવ આવતાં પહેલાં એ વસ્ત્ર ઓઢી લેવું જોઈએ.”
દેવી ! એક પળને ય વિલંબ કર્યા વિના એ વસ્ત્ર મને આપવાની કૃપા કરો. જઈને તરત જ એ વસ્ત્ર રાણબાને આપી દઈશ અને તમે કહ્યું તેમ કરવા કહીશ.” દાસીએ કરગરતાં કહ્યું. પથમિણીએ તરત જ સવા લાખ રૂપિયાનું એ વસ્ત્ર દાસીને આપી દીધું. જેમના હૈયે પરેપકાર કરવાની ઉત્કૃષ્ટ ભાવના હોય છે તેઓ, જડ પદાર્થ ગમે તેટલે મૂલ્યવાન હોય તે પણ ચેતન આત્માની સામે તેનું જરાય મહત્તવ નથી રાખતા. ચેતનના માટે મેંઘાદાટ જડ પદાર્થને પણ સરળતાથી ત્યાગ કરી દે છે. રાણુની વેદના સાંભળીને મંત્રીપત્નીનું હૈયું ભરાઈ આવ્યું. તેમણે કરુણાથી સવાલાખની કિંમતનું વસ્ત્ર વિના વિલબે આપી દીધું. “આ વત્ર પાછું નહિ આવે તે? દાસી જ વચમાં આ વસ્ત્રને કયાંક ગાયબ કરી દેશે તે ? ના. આ કેઈ જ વિકલ્પ, આ કઈ જ ભય મંત્રી પત્નીને ન લાગે