________________
૧૬૨
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આપું છું. પ્રવચનથી તમારે “મૂડ બદલું છું. તમારા “મુડને કેળવું છું. તમારે “મૂડ’ આવી જાય તે કામ થઈ ગયું ! પણ તમારા “મૂહ” જલદી “ઓફ થઈ જાય છે ! “મૂડ’ કાયમ ટકી રહેવું જોઈએ. તમારા મિત્રો, તમારું કુટુંબ એવું હોવું જોઈએ કે જે તમારા જીવન પરિવર્તનના “મૂડને “એફ” ન કરી દે. સંઘર્ષ વિના શાતિ નહી ? શકિત વિના સિદ્ધિ નહી?
એક વાત સાફ સાફ સમજી લે કે જીવન પરિવર્તન માટે તમે જેવા શ્રીગણેશ કરશે કે વિન તે તેમાં હજારે આવશે. દુનિયાની નજરે તમે પણ જીવન-માર્ગ બદલ્યા કે દુનિયાવાળાની દષ્ટિ બદલાઈ જશે. માને કે તમે સરકારી ઓફિસર છે, આજ દિવસ સુધી તમે લાંચ લેતા આવ્યા છે, કાલે ઓફિસમાં જઈને તમે લાંચ લેવાનો ઈન્કાર કરે છે, તે તમારી આજુબાજુના લાંચિયાઓ તમને બીજી જ નજરે જોવા લાગશે. તમારી મશ્કરી કરશે. લાંચ લેવા માટે તમને સમજાવશે. તમારા પર દબાણ લાવશે. જેને એ લાંચમાંથી ભાગ મળે છે તે બધાં જ તમને ઘેરી લેશે. એ સમયે તમારી કસોટી થશે. ઘરે પહોંચતા બીજી કસોટી શરૂ થશે. ઘરના બધા મેજમજાનું જીવન જીવવા માગતા હશે. લકઝૂરીયસ-વિલાસી જીવન જીવવાનું પસંદ કરતા હશે તે તેઓ તમને લાંચ લેવા મજબૂર કરશે. હા, અવરોધ અને અડચણે તે આવશે જ. એ બધા પ્રસંગે દઢ મનોબળ હશે તે જ તમે શુદ્ધ રહી શકશે. તમારા નિર્ણયમાં ટકી શકશે.
સંઘર્ષ વિના શાંતિ નથી. શક્તિ વિના સિદ્ધિ નથી ! સંઘર્ષમાં શક્તિશાળી જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. અશક્ત, કમર, માણસ ભુંડી રીતે પછડાય છે. જીવનપરિવર્તન એક સંઘર્ષ છે. પ્રચંડ તાકાતથી અશુભ અને અશુદ્ધ સામે લડતા રહે. તે ત્યાં સુધી ઝઝૂમતા રહે.
આજ બસ, આટલું જ,