________________
પ્રવચન-૮
૧૬૧
તમારા જીવનના દષ્ટ બને છે
મારે જીવન-પરિવર્તન કરવું જ છે,” “મારે આદેશના સદ્દગૃહસ્થ બનવું છે.' આ દઢ સંકલ્પ કરો. હા, એક વાત છે. તમને તમારું આજનું જીવન સારું નહિ લાગતું હોય તે જ તમે જીવનપરિવર્તન કરવાને સંકલપ કરી શકશે. તમારા વર્તમાન જીવનનું શાંતચિત્તે અવલોકન કરે, જીવનના દરેક પ્રવૃત્તિને એક પ્રેક્ષક બનીને-દષ્ટા બનીને જુઓ. તે તમને જણાશે, તમને દેખાશે કે તમારે જીવન-પ્રવાહ ગંગા જે નિર્મળ છે કે ગટર જે મલીન !
સભામાંથી ? ગટર જેવો ગંદો પ્રવાહ વહી રહ્યો છે.
મહારાજશ્રી . મને ખુશ કરવા કહે છે ? તમે જે આત્મનિરીક્ષણ કરીને કહેશે કે ગંગા જે નિર્મળ જીવનપ્રવાહ વહી રહ્યો છે, તે મને આનંદ થશે. તમને એમ દેખાય કે ગટર જે ગંદ જીવન પ્રવાહ વહી રહ્યો છે તે તમારે શુદ્ધિકરણ કરવું પડશે. નિરાશ બની ગટર જેવું ગંદુ જીવન જીવવાની કોઈ જ જરૂર નથી. ઉમંગ અને ઉલાસથી જીવનશુદ્ધિનું કાર્ય કરવું જોઈએ. અર્થપ્રધાન અને કામપ્રધાન આજના યુગમાં તમારે પૂરેપૂરી તાકાતથી જીવનશુદ્ધિને વેગ કરવું પડશે. આ કાર્યમાં “ધર્મબિન્દુ' ગ્રન્થ તમને સારામાં સારું માર્ગદર્શન આપી શકે તેમ છે. માનવ-જીવનની એક એક પ્રવૃત્તિનું આ ગ્રન્થમાં સુચારુપણે માર્ગદર્શન અપાયું છે. પરંતુ મૂળ પાયાની વાત ન ભૂલતા કે જીવન–પરિવર્તન માટે ખૂદ તમારે દઢ સંકલ્પ અનિવાર્ય છે. તેના વિના અમે લોકો પણ કઈ કરી શકીએ તેમ નથી. વિદ્યાથી ભણવા માટે કુતસંકલ્પ હોય તે અધ્યાપક તેને ભણાવી શકે છે. અધ્યયનમાં તેને સહાગી બની શકે છે.
સભામાંથી : અધ્યાપક વિદ્યાર્થીમાં અધ્યયનની રૂચિ પણ જાગ્રત કરાવી શકે છે ને?
મહારાજશ્રી : એ જ કામ તે હું કરી રહ્યો છું. ધર્મમય ' જીવન જીવવાની તમને અભિરૂચિ થાય તે માટે તે રોજેરોજ પ્રવચન