________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
ધર્મશાસ્ત્રોની રચના કરનાર ત્રાષિ-મહર્ષિઓની આ માન્યતા છે શાસ્ત્રમૂલં મંગલમ્ –ધર્મશાસ્ત્રને પ્રારંભ મંગલથી જ થ જોઈએ, આ વિધાનને હેતુ એક જ છે-વિદનેને નાશ! વિનો આવવાની સંભાવના છે. આથી પહેલેથી જ તેને ઉપાય કરી લીધે ! તમને લાગે છે કે રસ્તામાં ચાર-લૂંટારા મળી જશે, ત્યાં જવું પણ અનિવાર્ય છે, તે સુરક્ષાને પ્રબંધ કરીને જ જશે ને? એમ કરીને તમે બેધડક ચાલ્યા જશે. ગ્રંથકાર મહાત્મા પણ એમ જ કરી રહ્યા છે. વિદ્ધ આવે જ નહિ, અને કદાચ આવી પડે તે ગ્રંથરચનાના કાર્યમાં અવરોધ ન આવે તે માટે ભાવમંગલ કર્યું. પરમાત્માને પ્રણામ કર્યા. પ્રશ્ન : કાર્યના પ્રારંભમાં જ ભવિષ્યમાં આવી પડનાર વિદનોની
શંકા કરવી એ શું માનસિક નિર્બળતા નથી? જવાબઃ કઈ પણ કાર્ય શરૂ કરતા અગાઉ જેમ કાર્યપદ્ધતિને
નિર્ણય કર જોઈએ, તેમ એ કાર્ય કરવામાં કેવી કેવી મુશ્કેલીઓ, આફત આવી શકે તેને પણ અંદાજ કાઢ જોઈએ. આમ કરવું તે માનસિક નિર્બળતા નથી, પરતુ એ અગમચેતી છે. સાવધાની છે. બુદ્ધિમત્તા છે તેમાં, સંભવિત ભયેની કલ્પના કરી એ ભયને ઉપાય કરે તે નિર્બળતાની નહિ પણ સફળતાની
નિશાની છે. તમે એક સારું પરમાર્થનું પરકારનું કામ શરૂ કર્યું, તમે કામ કરતા રહે અને તમારી કલ્પનામાં ય ન હોય તેવું સંકટ આવી પડે તે શું થાય તમારું ? એથી એ કાર્ય પાર પાડવામાં વિલંબ જ થવાને ને? અને તમારા પ્રયત્ન નિષ્ફળ જાય, તમે એ સંકટ દૂર ન કરી શકે તે એ આદર્યું કામ અધૂરું જ રહી જવાનું ને? આથી જ પવિત્ર કાર્ય શરૂ કરતાં પહેલાં જ, એ કાર્યમાં કઈ અડચણ-અવરોધ ઊભા ન થાય તે પ્રબંધ કરી લેવું જોઈએ અને આ પ્રબંધ એટલે ભાવમંગલ!