________________
મિ. કીડી લાગે છે મુનિવરની દે
ધર્મબિંદ ની રચના કરી છે. આ ગ્રન્થનું એક એક સૂત્ર અર્થગંભીર છે. આમેય શ્રી હરિભકરિની દરેક ગ્રન્થરચના અર્થગંભીર જ છે. સામાન્ય કક્ષાના વિદ્વાન તેઓના ને સારી રીતે સમજી જ ન શકે. “ધમબિંદુ” ના સૂત્રો ઉપર આચાર્યશ્રી સુનિચન્દ્રસૂરિજીએ સરલ ટીકા લખીને સુબોધ બનાવી દીધાં છે. આ મહાપુરુષે આપણા જેવા અબોધ જેવો ઉપર કે મહાન ઉપકાર કર્યો છે ! પિતાના જ્ઞાનખાનાને સર્વ જીવો માટે ખુલ્લો મૂકી ગયા! “જ્ઞાન પ્રાપ્ત કરે અને મોક્ષમાર્ગ પર ચાલતા રહે!” આવી ઉદાત ભાવનાથી આ મહાપુરુષોએ ગ્રન્થરચનાઓ કરી છે. ટીકાકાર આચાર્યશ્રીએ કહ્યું છે : “મારા નિતે” એટલે કે ભવ્ય જીના ઉપકાર માટે આ ટીકા એમણે લખી છે. આ ટીકાગ્રન્થ પણ સંસ્કૃત સાહિત્યને અણમોલ ગ્રંથ છે રસપૂર્ણ રચના છે આ ટીકાગ્રન્થની ! દૈનિક પ્રવચન : પરંપરા :
- આજનો દિવસ પરમ મંગલકારી છે, શુભ છે અને શુકલ છે ! આજે આપણે “ધર્મબિંદુ ગ્રન્થ ઉપર પ્રવચનમાળા શરૂ કરી રહ્યા છીએ. આ પ્રવચનમાળા સંપૂર્ણ વવાંકાળમાં ચાલતી રહેશે. આ પણ એક પ્રાચીનકાળથી ચાલતી આવતી પરંપરા છે, કે વર્ષાકાળ વ્યતીત કરવા માટે ગામનગરમાં સ્થિરતા કરીને રહેલા મુનિવરે સઘસમક્ષ પ્રતિદિન ધર્મોપદેશ આપતા રહે. કેઈ આગમરથ અથવા કેઈ વિશિષ્ટ જ્ઞાની શાસનમાન્ય મહાપુરુષના ગ્રન્થનો આધાર લઈ, ધર્મોપદેશ આપવામાં આવે છે. આ પવિત્ર પદ્ધતિના પ્રતાપે આપણા જૈન સંઘમાં સુંદર ધમ જાગતિ જોવા મળે છે, નિયમિત ચાર ચાર મહિના સુધી પ્રવચનો સાંભળવાથી શ્રોતાઓને જૈનધર્મને મલિક બોધ પ્રાપ્ત થાય છે. પાપાચરણનો ભય લાગે છે અને સદાચારની પ્રવૃત્તિ વધે છે. વિવિધ ધર્મારાધના થાય છે. દાન-શીલ અને તપની ભવ્ય આરાધનાઓ થાય છે. આ બધા પ્રભાવ નિયમિત ધર્મોપદેશનો છે.