________________
પ્રવચન
: ૧૩૧
ઢબે અનુષ્ઠાન કરવામાં આવે તે એ અનુષ્ઠાન ધમ કહેવાય છે. ધર્મગ્ર ચેામાં તમામ પ્રકારના અનુષ્ઠાન બતાવાયાં છે. એ અનુòાન કયારે કરવું, કયાં કરવુ', કેટલા સમયમાં કરવું, કેવીરીતે કરવું', કયા ઉપકરણેાથી કરવુ' વગેરે વિસ્તારથી વિગતવાર બતાવાયુ છે. વિચારવાનુ... એ છે કે ધથી આપણે કાર્યસિદ્ધિ કરવી છે કે નહિ ? કાર્યસિદ્ધિની તમન્ના હૈાય છે ત્યાં આપણે તેના માટે બધુ જ કરી છૂટવા તૈયાર અને તત્પર હેઈએ છીએ.
એક ભાઈ છે, મારા પરિચિત છે, ગ્રેજ્યુએટ છે, ધ સ્થાન અને ધર્માંશુરુઓના તેમને પરિચય ન હતા. સારી કમાણી હતી. પત્ની પણ અનુકૂળ મળી હતી નિરાગી, તદુરસ્ત હતા. બધું જ કામકાજ તેમનું ખરાબર ચાલતુ હતુ. એ સમયે તે કહેતા : 'હું ધર્મક્રિયા કરવામાં નથી માનતા. આ ક્રિયા આમ કરવી જોઈએ અને તેમ કરવી જોઇએ, વગેરે અધના ધર્મક્રિયા માટે ન હેાવા જોઇએ ' આવું તે તે ઘણું બધું કહેતા. એક દિવસ તેમની પત્નીને ભૂત કે વ્યતરના વળગાડ વળગ્યું. પત્નીની તબિયત લથડતી ગઈ. એ મહાશય ચિંતામાં પડી ગયા. ડાકટરીની ઢવાએથી ફાયદો ન થયે, હકીમાના ઈલાજ પણ કામયામ ન થયે કાઇએ તેમને કહ્યું : 'તમે અમુક પીરની દરગાહે પર જાવ અને ત્યાંના ફકીર જેમ કહે તેમ કરા ભાઈ દડચા ત્યાં, એક જ ધૂન હતી, એક લક્ષ્ય હતું કે પત્ની સાજી થઈ જાય. વળગાડ તેના દૂર થઈ જાય. આથી આ માટે તે બધું જ કરી છૂટવા તૈયાર હતા જે `કંઈ ધક્રિયા કે અનુષ્ઠાન કરવું પડે તે કરવાની તેમની તૈયારી હતી. ફીરે તેમને અમુક અનુષ્ઠાન કરવાનું કહ્યું. તેની વિધિ બતાવી. એ મહાશયે એ જ વિધિ પ્રમાણે અનુષ્ઠાન કર્યું ! ત્યારે તેમને વિધિપૂર્વકના અનુષ્ઠાનનું મહત્ત્વ સમજાયું. પછી તે વિધિપૂર્વક પરમાત્મપૂજન વગેરે ધક્રિયાએ
કરતા થઈ ગયા.
સક્રિયાઓમાં વિધિના આદર કરી
ધક્રિયા જે પ્રકારે કરવી જોઇએ. એ જ પ્રકારે શા માટે નથી કરતા ? ધર્મોનુષ્ઠાનથી કાઈ કાર્યસિદ્ધિ કરવાની તમન્ના જ