________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશને નથી ! આથી મન ફાવે તેમ ધમક્રિયા કરે છે. તે પણ એટલા માટે કે “આવી પણ પ્રમાદયુક્ત ધર્મક્રિયા કરવાથી પુણ્યકર્મ બંધાય છે.” આવું કયાંક સાંભળી લીધું ! આવું ઉદાહરણ કયાક કાને પડી ગયું ! અને તમે એના પર વિશ્વાસ મૂકી દીધે! આસન, મુદ્રા, કાલ, શુદ્ધિ, ક્ષેત્ર વગેરે વાતોને ધ્યાનમાં રાખ્યા વિના ધર્મક્રિયા કરવા મંડી પડ્યા! તેમાં સંતોષ માની લીધે ! થેડેક અહંકાર પણ કરી લીધું ! બરાબર કહું છું ને ? એ કંઈ આમાં ખોટું ? અવિધિ અને અનાદરથી કરેલી ધર્મક્રિયાનું પણ અભિમાન કરવાનું ? “ મેં તે આટલી બધી ધમક્રિયાઓ કરી !' આમ કહેવું એ મિથ્યાભિમાન છે. અભિમાન ન કરે. નહિ તે ડૂબી મરશે ભવસાગરમાં.
વિધિની ઉપેક્ષા વિધિ પ્રત્યેને અનાદર છે. આ ઉપેક્ષા અને અનાદર ધર્મકિયા પ્રત્યેની દુશ્મનાવટ છે. પરમાત્માના મંદિરે જાઓ છે ને ? પરમાત્મા પ્રત્યે પ્રેમ અને ભક્તિભાવથી પ્રેરાઈને જાઓ છે ? પરમાત્મા માટે પ્રેમ છે તે તેમના મંદિર પ્રત્યે પણ પ્રેમ છે રવાભાવિક છે. કેવી રીતે જાઓ છે મંદિરે? કયા સમયે જાઓ છે ? કેવાં કપડાં પહેરીને જાઓ છે? શું લઈને જાઓ છે મંદિરે ? પરમાત્માનાં દર્શન-પૂજનની વિધિનું જ્ઞાન છે ખરું? મંદિરમાં કેવી રીતે જવું ? ત્યાં જઈને કેમ ઊભા રહેવું, ક્યાં ઊભા રહેવું, કેવી રીતે બેસવું, કેવીરીતે સ્તુતિ-વંદના કરવી અને પાછા કેવી રીતે નીકળવું, વગેરે વિધિને તમે જાણે છે ? ધર્મક્રિયાઓમાં ભાલ્લાસ કયારે પ્રગટે ?
સભામાંથી અમને તે એવી કંઈ જ ખબર નથી. બસ, એમ જ ચાલ્યા જઈએ છીએ મંદિરમાં!
મહારાજશ્રી : આટલા મોટા થયા અને આટલા વર્ષોથી મંદિરે જાઓ છે પણ મંદિર જવાની વિધિની કશી જ ખબર નથી ! તેનું કઈ જ જ્ઞાન મેળવ્યું નથી ! ખરેખર દુઃખની વાત છે. હવે મારી વાત સમજાય છે કે મંદિરમાં જવા છતાં પણ તમારા હૃદય કેમ શુષ્ક રહે છે? હૈયે ભાલાસ કેમ પ્રગટતે નથી ?