________________
ધર્મગ્રન્થની સત્યતા-અસત્યતાને ભેદ જાણવા માટે. સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, નિપુણ બુદ્ધિ જોઈએ. એ સૂમ બુદ્ધિ જે નિર્મળ-અનાગ્રહી નથી તે ધર્મક્ષેત્રમાં પણ વાદ-વિવાદ ઉભા કરી દે છે. પિતાના જીવનમાં પણ અનિશ્ચિતતા અને ચંચળતા પિતા કરે છે. * જૈન શમણુપરંપરામાં અન્ય ધર્મોના અધ્યયનની પરંપરા ચાલુ છે, જ્યારે બીજા ધર્મોમાં જૈન ધર્મના અધ્યયનની પરંપરા નથી! # બુદ્ધિશાળીને તર્ક અને પ્રેમથી જ સમજાવી શકાય
છે. ગુ કરવાથી કે તિરસ્કાર કરવાથી તે તે વિદ્રોહી બની જાય છે. * પારલૌકિક અને પરોક્ષ તના વિષયમાં રાગીણી મનુષ્યની તર્કયુક્ત વાતે પણ માનવા જેવી નહીં.
પ્રવચન/૭
મહાન મૃતધર આચાર્ય શ્રી હરિભદ્રસુરીશ્વરજી ધર્મબન્દુ ગ્રન્થમાં ધર્મનું સર્વાગીણ સ્વરૂપ સમજાવે છે. ધર્મને પ્રભાવ કે અને કેટલે છે, તે વિષે આજ સુધીના પ્રવચનમાં વિવેચન કર્યું. હવે, આચાર્યશ્રીએ બતાવેલું ધર્મનું સ્વરૂપ સમજીએ. તેઓશ્રી ફરમાવે છે કે,
" वचनाद्यदनुष्ठानमविरुद्धाद्ययादितम् । मैन्यादिभावसयुक्त तद्धर्म इति कीर्यते ।।