________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
૧૧૪ :
ધર્મના સ્વરૂપનું દર્શન કરાવવાનું કે માર્મિક દંગ છે! ધમના અદ્દભુત પ્રભાવેને સાંભળીને કે જેઈને, ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે આવેલા મનુષ્યને દ્વાર પર જ રેકીને આચાર્યશ્રી કહે છે: તમારે ધર્મક્ષેત્રમાં પ્રવેશ જોઈએ છે? ધર્મના અપૂર્વ પ્રભાવને તમારે અનુભવ કરે છે ? તે સર્વ પ્રથમ તમારે આગમ અર્થાત શાસ્ત્રને માનવાં પડશે. ધર્મતત્વનું પ્રતિપાદન કરતાં શાસ્ત્રોની માન્યતાને સ્વીકાર કરવો પડશે. દરેક ક્ષેત્રમાં પ્રમાણિત શાસ્ત્રોની, પ્રમાણિત ગ્રન્થની માન્યતા જરૂરી મનાઈ છે. ન્યાયના ક્ષેત્રમા ન્યાયના શાસ્ત્રોની, વિજ્ઞાનના ક્ષેત્રમાં વિજ્ઞાનના માન્ય ગ્રન્થની, આયુર્વેદમાં આયુર્વેદના ગ્રાની અને એલેપથીમાં એલોપથીના ગ્રન્થની માન્યતાને સ્વીકાર કરવો પડે છે. એ જ પ્રમાણે ઘમના વિષયમાં પણ ધર્મગ્રન્થને પ્રામાણિક માનવા પડશે. ધર્મક્ષેત્રમાં ધર્મગ્ર માનવા જ પડે?
જેવી રીતે બીજા ક્ષેત્રોમાં માણસ પિતાનું મનમાન્યું નથી કરી શકતે, તેવી રીતે ધર્મક્ષેત્રમાં પણ મનમાની નથી ચાલી શકતી. વિજ્ઞાનના ક્ષેત્રમાં સિદ્ધાંતના આધાર પર જ પ્રવેગ કરાય છે. પ્રયાગસિંદ્ધ સિંદ્ધાત સર્વમાન્ય શાસ્ત્ર બની જાય છે, પ્રમાણિક ગ્રન્થ બની જાય છે. વિશ્વમાં અનેક પદાર્થવિજ્ઞાન છે, શરીર વિજ્ઞાન છે, મનેવિજ્ઞાન છે, તેના પ્રમાણિત ગ્રન્થ છે અને એ ગ્રન્થોના આધારે અધ્યયન અને પ્રયોગ થાય છે. આ બધાં જ પ્રત્યક્ષ વિજ્ઞાન છે. આવું એક વિજ્ઞાન આત્મવિજ્ઞાન છે. આત્મવિજ્ઞાન પક્ષ વિજ્ઞાન છે. પ્રત્યક્ષ અને પરીક્ષા બે પ્રકારના વિજ્ઞાન છે. પ્રત્યક્ષ વિજ્ઞાનના પ્રતિપાદક ગ્રન્થને માન્ય કરતાં આપણે જરાય ખમચાતા નથી. પણ પરેલા વિજ્ઞાન-આત્મવિજ્ઞાનને પ્રતિપાદન કરતા ધર્મગ્રન્થને સ્વીકારતાં અચકાઈએ છીએ ! શાથી ભાઈ? જેઓએ ધર્મ કરવાને ઉપદેશ આપે છે, તેઓએ ધર્મ કેવી રીતે કરવું જોઈએ, તે પણ બતાવ્યું જ હશે ને? એ જાણ્યા વિના ધર્મ કેવી રીતે થઈ શકે? એ જાણવા માટે પ્રામાણિક ધર્મગ્રન્થનું અધ્યયન કરવું જ પડશે. પ્રામાણિક