________________
દિગંબર, શ્વેતાંબર પરંપરામાં ચાલી આવતી માન્યતાઓને ખુલાસો કરવો એ અત્યારે રાજમાર્ગ છે.
ઉપર તારવેલ છ મુદ્દાઓ પૈકી પહેલે અને બીજે મુદ્દો કુંદકુંદ સાથેના દિગંબરસંમત ઉમાસ્વાતિના સંબંધને ખે પાડે છે. કુંદકુંદનાં મળી આવતાં અનેક નામેામાં એવું એકે નામ નથી જે ઉમાસ્વાતિએ દર્શાવેલ પિતાના વિદ્યાગુરુ અને દીક્ષાગુરુનાં નામેામાં આવતું હોય. એટલે કુંદકુંન્ને ઉમાસ્વાતિ સાથે વિદ્યા અગર દીક્ષાની બાબતમાં ગુરુશિષ્યભાવ સંબંધ હતા, એ કલ્પનાને સ્થાન જ નથી. તેમજ ઉક્ત પ્રશસ્તિમાં ઉમાસ્વાતિ વાચકપરંપરામાં થવાનું અને ઉચ્ચનાગરશાખામાં થવાનું સ્પષ્ટ કથન છે, જ્યારે કુંદકુંદ નદિસંઘમાં થવાની દિગંબર માન્યતા છે; અને ઉચ્ચનાગરનામની કોઈ શાખા દિગંબર સંપ્રદાયમાં થઈ ગઈ હોય એમ અદ્યાપિ જાણવામાં આવ્યું નથી. તેથી દિગંબર પરંપરામાં કુંદકુંદના શિષ્ય તરીકે મનાયેલા ઉમાસ્વાતિ જે ખરેખર ઐતિહાસિક વ્યક્તિ હોય, તે પણ તેઓએ તત્વાર્થીધિગમશાસ્ત્ર રચ્યું હતું એ માન્યતા જ વિશ્વસ્ત આધાર વિનાની હે ઈ પાછળથી બધાયેલી હોય તેમ લાગે છે.
ઉક્ત મુદ્દાઓમાં ત્રીજો મુદ્દો સ્વાભાચાર્ય સાથેના ઉમાસ્વાતિના સંબંધની શ્વેતાંબરીય સંભાવનાને ખેતી પાકે
૧. જુઓ, સ્વામી સમતભદ્ર પૃ. ૧૫૮થી. તેમજ જુઓ આ પરિચય અને પુરવણ'.
૨. જુઓ, આ પરિચય” પાન ૩, નોંધ ૧ તથા આ પરિચયને અને “પુરવણું.