________________
આહંત ઉપદેશને બરાબર ધારણ કરી, તેમજ તુચ્છ શાસે વડે હણાયેલ બુદ્ધિવાળા અને દુખિત લેને જોઈને, પ્રાણીઓની અનુકંપાથી પ્રેરાઈ આ સ્પષ્ટતાવાળું “તત્વાર્થાધિગમ” નામનું શાસ્ત્ર વિહાર કરતાં કરતાં “કુસુમપુર” (પાટલિપુત્ર) નામના મહાનગરમાં રચ્યું. જે આ તત્વાર્થશાસ્ત્રને જાણશે, અને તેમાં કહેલું આચરણે, તે માનામક પરમાર્થને જલદી મેળવશે.”
આ પ્રશસ્તિમાં ઐતિહાસિક હકીકત સૂચવનાર મુખ્ય છ મુદ્દા છે. ૧. દીક્ષાગુરુ અને દીક્ષાગુરુનું નામ અને દીક્ષાગુરુની ગ્યતા, ૨. વિદ્યાગુરુ અને વિદ્યામગુરુનું નામ, ૩. ગોત્ર, પિતા અને માતાનું નામ, ૪. જન્મસ્થાનનું અને ગ્રંથરચના સ્થાનનું નામ, ૫. શાખા અને પદવીનું સૂચન, ૬. ગ્રંથકર્તા અને ગ્રંથનું નામ.
જે પ્રશસ્તિને સાર ઉપર આપ્યો છે, અને જે અત્યારે ભાષ્યના અંતમાં મળી આવે છે, તે પ્રશસ્તિ ઉમાસ્વાતિની પિતાની રચેલી નથી એમ માનવાને કશું જ કારણ નથી. છે. હર્મન જેકેબી જેવા વિચારકે પણ એ પ્રશસ્તિને ઉમાસ્વાતિની જ માને છે. તેથી એમાં જે હકીકત નોંધાયેલી છે, તેને જ યથાર્થ માની, તે ઉપરથી વાચક ઉમાસ્વાતિ વિષેની
સાથે મળતું આવે છે.” જુઓ, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇડિયા રિપોર્ટ વેલ્યુમ ૧૪, પૃ૦ ૧૪૭
નાગત્પત્તિના નિબંધમાં રા, રા. માનશંકર નાગર શબ્દને સંબંધ દર્શાવતા અનેક નગર નામના ગામનો ઉલ્લેખ કરે છે, એટલે એ પણ વિચારની સામગ્રીમાં આવે છે. જુઓ, "છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદને રિપોર્ટ:
૧. જુઓ તત્વાર્થસવના તેમના જમના અનુવાદને ઉપદુધાત