________________
જેમના દીક્ષાગુરુ અગિયાર અંગના ધારક “ઘોષનંદી” ક્ષમણ હતા, અને પ્રગુરુ અર્થાત ગુરૂના ગુરુ વાચકમુખ્ય શિવશ્રી” હતા; વાચનાથી એટલે વિદ્યાગ્રહણની દૃષ્ટિએ જેમના ગુરુ
મૂલ'નામક વાચકાચાર્ય અને પ્રગુરુ મહાવાચક “મુંડપાદ' ક્ષમણ હતા; જેઓ ગાત્રે “કૌભીષણિ” હતા; જેઓ “સ્વાતિ પિતા અને વાલ્મી’ માતાના પુત્ર હતા; જેમને જન્મ
ન્યોબિકામાં થયો હતો, જેઓ “ઉરચનાગર ' શાખાના હતા, તે ઉમાસ્વાતિ વાચકે ગુરુપર પરાથી પ્રાપ્ત થયેલ શ્રેષ્ઠ
૧. ઉચ્ચનગર શાખાનું પ્રાકૃત કરનાર એવું નામ મળે છે. આ શાખા કઈ ગામ કે શહેરના નામ ઉપરથી પ્રસિદ્ધ થઈ હશે એમ તો ચોખ્ખું દેખાય છે. એ ગામ કયું નગર એ નક્કી કરવું કઠણ છે હિંદુસ્તાનના અનેક ભાગેમા નગર નામના, કે જેને છેડે નગર નામ હોય એવા નામના અનેક શહેરો અને ગામ છે.
વડનગર એ ગુજરાતનું જૂનું અને જાણીતું શહેર છે. વડને અર્થ મોટું અને મોટું એટલે કદાચ ઊંચું એવા પણું અર્થ થાય. વળી વડનગર એ નામ પણ કઈ પૂર્વ દેશના તે અગર તેના જેવા નામના શહેર ઉપરથી, ગુજરાતમાં લેવામાં આવ્યું છે, એવી પણ વિદ્વાનની કલ્પના છે. એટલે ઉચ્ચનાગર શાખાને વડનગર સાથે જ સંબંધ છે એમ ભાર દઈ કહી ન શકાય. ઉપરાંત જે કાળમાં ઉચ્ચનાગર' શાખા ઉદ્દભવી, તે કાળમા વડનગર હતુ કે નહિ, અને હતુ તો તેની સાથે જનેને સંબધ કેટલું હતું, એ પણ વિચારવાની બાબત છે. ઉનાગર શાખાનાં ઉદ્દભવસમયને જૈનાચાર્યોને મુખ્ય વિહાર ગંગા જમુના તરક હોવાના પ્રમાણે મળે છે. તેથી વડનગર સાથે ઉચ્ચનાગર શાખાને સંબ ધ હોવાની કલ્પના સબળ નથી રહેતી. કનિંગહામ આ વિષે લખે છે કે, “આ ભૌલિક નામ ઉત્તરપશ્ચિમ પ્રાંતના અત્યારના બુલંદ શહેરમાં આવેલા ઊંચાનગર નામના કિલા